અમરેલીમાં ફાયર ડેની ઉજવણી:માર્ગો પર સાયરન સાથે ફાયરની રેલી નિકળી, શહીદોને વંદન કરાયા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલીમાં માર્ગો પર સાયરન સાથે ફાયર વિભાગે રેલી યોજી ફાયર ડેની ઉજવણી કરી હતી. ઉપરાંત હીરકબાગ ખાતે શહીદોને વંદન કાર્યક્રમ યોજાયો હતો. ફાયર વિભાગે જણાવ્યું હતું કે મુંબઈ ખાતે જહાજમાં ધુમ્રપાનથી ઉડેલા તણખલામાંથી ભયંકર ધડાકા સાથે ભિષણ આગ લાગી હતી. જેમાં મુંબઈ ફાયર બિગ્રેડના 66 કર્મચારીઓ શહીદ થયા હતા. તેમજ આ ભયાનક આગમાં કુલ 321 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારથી જ 14 એપ્રીલના રોજ ફાયર ડેની ઉજવણી કરવામાં આવે છે.

અમરેલીમાં આજે ફાયર ડે નિમિત્તે ફાયર વિભાગે સાયરન સાથે જુદા જુદા માર્ગો પર રેલી કાઢી હતી. ઉપરાંત શહિદોને વંદન કાર્યક્રમ યોજાયો હતો. રાજકમલ ચોકમાં શહીદ સ્મારક ખાતે શહિદોને સલામી અપાઈ હતી. આ તકે ફાયર ઓફિસર એચ.સી.ગઢવી, ફાયર વાયરલેસ ઓફિસર એચ. પી. સરતેજા, જયવંતસિંહ પઢીયાર, સવજીભાઈ ડાભી, જગદીશભાઈ ભૂરીયા, રૂત્વિકભાઈ ભિમાણી અને કમલેશભાઈ જોષી વિગેરે ફાયર કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...