તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આકરો તાપ:ધારીમાં અગનભઠ્ઠી ,પ્રથમ વખત પારાે 42.5 ડિગ્રી

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
અમરેલી, ધારીમાં આકરી ગરમીથી બપોરના સમયે માર્ગો સૂમસામ જોવા મળે છે. - Divya Bhaskar
અમરેલી, ધારીમાં આકરી ગરમીથી બપોરના સમયે માર્ગો સૂમસામ જોવા મળે છે.
 • અમરેલીમાં પણ 40.8 ડિગ્રી તાપમાનથી આકરો તાપ : લાેકાે અકળાયા

અમરેલી જિલ્લામા હવે ઉનાળાઅે જાણે તેનાે અાકરાે મિજાજ બતાવવાનુ શરૂ કરી દીધુ હાેય તેમ જાેવા મળી રહ્યું છે. ધારીમા અાજે અચાનક તાપમાનનાે પારાે ઉંચકાઇને પ્રથમ વખત 42.5 ડિગ્રી સુધી અાંબી જતા શહેર જાણે અગનભઠ્ઠી બની ગયુ હતુ. તાે અમરેલીમા પણ તાપમાન 40.8 ડિગ્રી નાેંધાતા અાકરા તાપથી લાેકાે અકળાઇ ઉઠયાં હતા. બપાેરના સુમારે માર્ગાે પણ સુમસામ જાેવા મળ્યાં હતા.

ઉનાળાની શરૂઅાત સાથે જ ધારીમા અાજે તાપમાનનાે પારાે 42.5 ડિગ્રી સુધી પહાેંચી ગયાે હતાે. જેને પગલે અહી બપાેરના સુમારે જાણે અાકાશમાથી અગનવર્ષા થતી હાેય તેવી સ્થિતિ જાેવા મળી હતી. અાકરા તાપના કારણે બપાેરના સમયે માર્ગાે પણ સુમસામ બની ગયા હતા.

અાકરા તાપથી બચવા લાેકાેઅે ઘર બહાર જવાનુ પણ ટાળ્યું હતુ. તાે અમરેલી શહેરમા પણ અાજે પ્રથમ વખત મહતમ તાપમાન 40.8 ડિગ્રી નાેંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 22 ડિગ્રી રહ્યું હતુ. તાે હવામા ભેજનુ પ્રમાણ 30 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 5.8 કિમીની નાેંધાઇ હતી. અાકરા તાપના પગલે બપાેરના સુમારે અહીના મુખ્ય માર્ગાે સુમસામ જાેવા મળ્યાં હતા. અાગામી દિવસાેમા હજુ પણ તાપમાન ઉંચકાય તેવી શકયતા જાેવાઇ રહી છે.

ઠંડાપીણાના વેપારીઅાેને તડાકાે
શહેરમા અચાનક અાકરાે તાપ પડવા લાગતા બજારાેમા ઠંડાપીણાના વેપારીઅાેને તડાકાે બાેલી ગયાે હતાે. અાકરી ગરમીથી બચવા લાેકાે શેરડીનાે રસ, લીંબુ શરબત, અાઇસ્ક્રીમ, બરફના ગાેલા સહિત ઠંડાપીણાનાે સહારાે લેતા જાેવા મળ્યાં હતા.

તાપથી બચવા ટાેપી અને ચશ્માની પણ ધુમ ખરીદી
હવે ઉનાળાે જામ્યાે હાેય તેમ અાકરી ગરમીથી બચવા લાેકાે ટાેપી, ચશ્માની ખરીદી કરતા નજરે પડયાં હતા.

રાત્રીના સમયે માર્ગાે પર લાેકાેની લટાર
અાખાે દિવસ ગરમીથી અકળાયા બાદ રાત્રીના સમયે અહીના સિનીયર સિટીઝન પાર્ક સહિત જુદાજુદા સ્થળે રાત્રીના સમયે લાેકાે લટાર મારવા નીકળી પડયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો