મહુવા- સુરત સ્પેશ્યલ ટ્રેનને લીલીયા મોટા રેલવે સ્ટેશન ખાતે સ્ટોપ આપવામાં આવ્યો છે. અહી વેપારી અને આગોવાનીએ કરેલી રજૂઆને સફળતા મળતા ખુશીનો માહોલ છવાયો હતો. મહુવા- સુરત વચ્ચે રેલવે વિભાગે સ્પેશ્યલ ટ્રેન શરૂ કરી હતી. પણ લીલીયા મોટા રેલવે સ્ટેશન ખાતે સ્ટોપ અપાયો ન હતો. જેના કારણે વેપારી અને સ્થાનિક આગેવાનોએ રેલવેને રજૂઆત કરી હતી. થોડા સમય તો રેલવે વિભાગે અહી સ્પેશ્યલ ટ્રેનને સ્ટોપ આપ્યો ન હતો. જેના કારણે વેપારીઓ રેલવે વિભાગ સામે લડી લેવાના મુડમાં હતા.
પણ અંતે અનેક રજૂઆત બાદ રેલવેએ સુરત- મહુવા સ્પેશ્યલ ટ્રેનને હંગામી છ માસ સુધી લીલીયા મોટા રેલવે સ્ટેશન ખાતે સ્ટોપ આપ્યો છે. અંતે અહી ઘીના થામમાં ઘી પડ્યું હતું. અને ટ્રેનને સ્ટોપ મળતા વેપારીઓએ ખુશી વ્યક્ત કરી હતી. સપ્તાહના પાંચ દિવસ દોડતી ટ્રેન નંબર 09050 મહુવા - સુરત 20:45 કલાકે લીલીયા ખાતે પહોંચશે. અને 20: 46 કલાકે ઉપડશે. તેમજ ટ્રેન નંબર 09049 સુરત- મહુવા 7: 14 કલાકે લીલીયા ખાતે પહોંચશે. અને 7: 15 કલાકે ઉપડશે. અહી ટ્રેનને સ્ટોપ મળતા વેપારી અને રત્નકલાકારોને સુરત જવા- આવવામાં ફાયદો થશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.