વેપારીઓની માંગણી:અંતે અમરેલી ફ્રૂટ માર્કેટમાં નવા રસ્તાની કામગીરીનો પ્રારંભ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષોથી રસ્તો બનાવવા માટે વેપારીઓની માંગણી હતી

અમરેલી શાકમાર્કેટ અને ફ્રુટ માર્કેટ પાસે લાંબા સમયથી નવો રસ્તો બનાવવા માટે વેપારીઓની માંગણી હતી. પણ રસ્તા અંગે કોઈ જ નિરાકરણ આવતું ન હતું. પણ અંતે અમરેલી નગરપાલિકાએ ફ્રુટ માર્કેટ પાસે નવા રોડની કામગીરી શરૂ કરી હતી. અહી આગામી દિવસોમાં વેપારીઓ અને લોકોને મુશ્કેલીમાંથી છુટકારો મળશે.ઈન્દીરા શોપીંગ સેન્ટર પાસે વર્ષોથી રસ્તાની સ્થિતિ ખરાબ હતી.

અહી ચોમાસા દરમિયાન કાદવ- કીચડથી લોકો અને વેપારીઓ પરેશાન હતા. અનેક વખત નવો રસ્તો બનાવવા માટે વેપારીઓએ પાલિકા પાસે માંગણી કરી હતી. પણ વર્ષોથી અહી રસ્તા અંગે કોઈ જ નિરાકરણ આવ્યું ન હતું. ચોમાસામાં કાદવ- કીચડ તેમજ ગંદકીથી ફ્રુટ અને શાકમાર્કેટમાં આવતા લોકોને માત્ર હાડમારી વેઠવી પડતી હતી.

અન્ય સમાચારો પણ છે...