તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:ખાનગી કંપનીમાં ચાલતા કામ મુદ્દે 2 કાેન્ટ્રાકટર વચ્ચે મારામારી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજુલાના હિંડોરણામાં ઘટના , પોલીસમાં ફરિયાદ
  • પાઇપ અને ધોકા જેવા હથિયારથી સામસામે તુટી પડ્યા

રાજુલામા રહેતા બે કાેન્ટ્રાકટરાે વચ્ચે ખાનગી કંપનીમા ચાલતા કામ મુદે છરી, પાઇપ અને ધાેકા જેવા હથિયારથી સામસામી મારામારી થઇ હતી. બંનેઅે રાજુલા પાેલીસ મથકમા સામસામી ફરિયાદ નાેંધાવી હતી.કાેન્ટ્રાકટરાે વચ્ચે બઘડાટીની અા ઘટના રાજુલાના હિંડાેરણામા બની હતી. મુકેશગીરી માધવગીરી ગાેસ્વામી (ઉ.વ.39) નામના કાેન્ટ્રાકટરે રાજુલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાેનુ સ્વાન કંપનીમા કામ ચાલતુ હાેય તે બાબતે મનદુખ રાખી અમીનભાઇ જાેખીયા તેમજ અજાણ્યા શખ્સાેઅે છરી અને પાઇપ વડે હુમલાે કરી ઇજા પહાેંચાડી હતી.

જયારે અમીનભાઇ ઇસ્માઇલભાઇ જાેખીયાઅે વળતી નાેંધાવેલી પાેલીસ ફરિયાદમા જણાવ્યું હતુ કે ખાનગી કંપનીમા ચાલતા કામ મુદે રાજુલા કાેર્ટ પાસે બાેલાવી વાતચીત કરી બાદમા હિંડાેરણા બાેલાવી ચેતનભાઇ ભુવા તેમજ મુકેશગીરી ગાેસ્વામીઅે બાેલાચાલી કરી લાકડાના ધાેકા વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ અેઅેસઅાઇ બી.ડી.અમરેલીયા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...