મારામારી:ખાંભાના ડેડાણમાં પ્રાથમિક શાળાના કાટમાળની હરરાજી મુદ્દે મારામારી

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિપાેઝીટમાં લાઇનમાં ઉભેલા યુવકને માથામાં નળીયંુ ફટકાર્યું

ખાંભા તાલુકાના ડેડાણમા પ્રાથમિક શાળાના કાટમાળની હરરાજી સબબ યુવક લાઇનમા ઉભાે હાેય બે શખ્સાેઅે તેની સાથે બાેલાચાલી કરી નળીયુ માથામા મારી ઇજા પહાેંચાડતા તેણે અા બારામા ખાંભા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. યુવકને મારમાર્યાની અા ઘટના ખાંભાના ડેડાણમા બની હતી.

સાવરકુંડલામા રહેતા શાહિદભાઇ અાસીફભાઇ પઠાણ (ઉ.વ.22) નામના યુવકે ખાંભા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે ડેડાણ પ્રાથમિક શાળાના કાટમાળની હરરાજી સબબ ડિપાેઝીટમા લાઇનમા ઉભા હતા ત્યારે હાજી જીકર સેખાણી અને અામદ સેખાણી નામના શખ્સાેઅે તેને લાઇનમાથી નીકળી જવાનુ કહી બાેલાચાલી કરી માથામા નળીયુ મારી ઇજા પહાેંચાડી હતી.

જયારે જીકરભાઇ મુસાભાઇ શેખાણીઅે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે સમીર સલીમ પઠાણ, ફિરાેજ ગફાર કાઝી અને સાહિલ પઠાણ નામના શખ્સાેઅે તેને કહેલ કે અા ભંગાર અમારે લેવાે છે તમે હરરાજીમા બાેલી બાેલતા નહી કહી ગાળાે અાપી ઢીકાપાટુનાે મારમારી ધમકી અાપી હતી. પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ મહેરા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...