ફરિયાદ:દબાણ મુદ્દે રજૂઆત કરતા યુવક પર ધોકા વડે હુમલો, ચાર શખ્સોએ બોલાચાલી કરી મારમાર્યો

અમરેલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજુલા તાલુકાના વાવેરામા રહેતા એક યુવકે ગૌચરની જમીનમા દબાણ મુદે કલેકટરને રજુઆત કરતા ચાર શખ્સોએ તેના પર પાવડાના હાથા અને ધોકા વડે મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા રાજુલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. યુવક પર હુમલાની આ ઘટના રાજુલા તાલુકાના વાવેરામા બની હતી.

અહી રહેતા વિક્રમભાઇ વિહાભાઇ સાંખટ (ઉ.વ.33) નામના યુવાને રાજુલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેણે પ્રતાપભાઇ વિરૂધ્ધ ગૌચરની જમીનમા દબાણ કરવા મુદે કલેકટરમા અરજી કરી હતી. તેનુ મનદુખ રાખી મહેશ સુરીંગભાઇ ધાખડા, ભુરીયો, ર્ધમેશ મંગળુભાઇ ધાખડા તેમજ મંગળુભાઇએ તેની સાથે બોલાચાલી કરી હતી.આ શખ્સોએ ઉશ્કેરાઇ જઇ પાવડાના હાથા તેમજ ધોકા વડે આડેધડ મારમારી મુંઢ ઇજા પહોંચાડી ગાળો આપી હતી. બનાવ અંગે એએસઆઇ એન.બી.સિંધવ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...