તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્સાહનું પર્વ:આજે ઉમંગ અને ઉલ્લાસથી ઉજવાશે પ્રકાશનું પર્વ, અમરેલી જિલ્લામાં રાત્રે આતશબાજીથી આકાશ ઝળહળી ઉઠશે : બજારોમાં રોશનીનો ઝગમગાટ

અમરેલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાત્રીનાં 8થી 10 સુધી જ ફટાકડા ફોડવા છૂટ અપાઇ : જાહેર સ્થળો પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવાયો

અમરેલી સહિત જિલ્લામા આવતીકાલે ઉમંગ અને ઉલ્લાસ સાથે પ્રકાશનુ પર્વ એવા દિપાવલીની ઉજવણી કરાશે. દિવાળીની પુર્વે શહેરની બજારોમા ભારે ભીડ જોવા મળી હતી. કોરોના કાળ વચ્ચે થોડા દિવસ પહેલા બજારોમા ઘરાકી નીકળી ન હતી. પરંતુ દિવાળી નજીક આવતા લોકો ખરીદી માટે ઉમટી પડયા હતા. જેના કારણે વેપારીઓએ પણ હાશકારો અનુભવ્યો હતો. રાત્રીના સમયે આતશબાજીથી આકાશ ઝળહળી ઉઠશે.લોકડાઉન બાદ બજારમા મંદીનો માહોલ જોવા મળ્યો હતેા. જો કે અનલોક બાદ ધીમેધીમે બજારોમા રોનક આવી હતી. જેમ જેમ દિપાવલીનો તહેવાર નજીક આવતા બજારોમા ઘરાકી નીકળી હતી. મીઠાઇ, ફરસાણ, રેડીમેઇડ કપડા, કટલેરી, લાઇટીંગ, રંગોળી, ફટાકડા, બુટ ચપ્પલ સહિતની લોકો ખરીદી કરતા નજરે પડયા હતા. દિવાળીની પુર્વે પણ બજારોમા ભારે ભીડ જોવા મળી હતી.

દિપાવલીના પર્વે લોકોએ પોતાના ઘર આંગણામા રંગોળી અને દિવડાથી સજાવટ કરી છે. બજારોમા આવેલ દુકાનોને પણ રોશનીથી શણગારવામા આવી છે. રાત્રીના સમયે લોકો સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના ઉપયોગ સાથે બજારોમા રોશની જોવા નીકળશે. તંત્ર દ્વારા રાત્રીના 8 થી 10 સુધી જ ફટાકડા ફોડવા છુટ અપાઇ છે. જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવાયો છે.

વેપારીઓ શુભમુહૂર્તમાં ચોપડા પુજન કરશે
દિપાવલીના પર્વે દર વર્ષે વેપારીઓ ચોપડા પુજન કરે છે. ત્યારે આવતીકાલે પણ શુભમુર્હુતમા વેપારીઓ પોતાની દુકાને ચોપડા પુજન કરી પુજન અર્ચન કરશે.

લોકોએ આસોપાલવના તોરણની ખરીદી કરી
કીર્તિ મંદિર પાસે માણેકચોકમાં લોકોએ સુશોભન અને શણગાર માટે ફૂલોની સાથોસાથ આસોપાલવના તોરણની પણ ખરીદી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો