તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:બાબરામાં દંભી સમાજના ડરથી કિશોર વયના બે પ્રેમી પંખીડાએ ઝેરી દવા પીને કરી જીવન ટુંકાવ્યું

અમરેલી7 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં આવેલા બાબરા પંથકમાં સગીર વયના કિશોર અને કિશોરીની આત્મહત્યા કરી લાશ જાહેરમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર જવા પામી હતી. પોલીસ અને મામલતદાર સહિતના અધીકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અલગ અલગ દિશા તપાસ શરૂ કરી છે.

અમરેલી જિલ્લામાં આવેલ બાબરાના ખાખરીયા રોડ પર આવેલ ખુલી જગ્યામા બે મૃતદેહો એક સાથે સજોડે મળી આવતા ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા બાબરા પોલીસ અને મામલતદાર ઘટનાની ગંભીરતા દાખવી દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરતા બંને સગીર પ્રેમી પંખીડા હોવાનુ સામે આવ્યું હતું. પોલીસની તપાસમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, 15 વર્ષની કિશોરી અને 16 વર્ષના કિશોર વચ્ચે પ્રેમ સબંધ વધી રહ્યો હતો અને બંને બંને અલગ જ્ઞાતિના કારણે વિવાદ અને સમાજ નહીં સ્વીકારે આ પ્રકારના વધુ ડરના કારણે ગામની બહારના વિસ્તારમાં બંનેએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો