દુર્ઘટના:વાડીએ પાણી વાળતી વખતે વીજશોકથી પિતા- પુત્રનું મોત

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમરેલી તાલુકાના નાના માચિયાળાનો બનાવ
  • મધરાતે વાડીએ ગયા બાદ સવારે વીજપોલ નજીકથી બંનેની લાશ મળી

અમરેલી તાલુકાના નાના માચીયાળા ગામે વૃધ્ધ ખેડૂત અને તેનાે પુત્ર ગઇરાત્રે વાડીઅે પાણી વાળી રહ્યાં હતા ત્યારે વિજપાેલમા કરંટ લાગતા બંનેનુ ઘટના સ્થળે જ માેત થયુ હતુ. સવારે વાડીના થાંભલા પાસે બંનેની લાશ મળી અાવી હતી. સ્થાનિક પાેલીસ સુત્રાેમાથી જાણવા મળતી વિગત મુજબ નાના માચીયાળાના વિનુભાઇ બેચરભાઇ ગાેહિલ (ઉ.વ.60) નામના વૃધ્ધ ખેડૂત ગઇરાત્રે પાેતાના પુત્ર જીતુભાઇ (ઉ.વ.30)ને લઇ વાડીઅે પાણી વાળવા ગયા હતા.

પિતા પુત્ર બંને પાકમા કયારીઅાે કરી પાણી વાળી રહ્યાં હતા તે સમયે વિજ થાંભલા નજીક કાેઇ કારણે તેમને વિજશાેક લાગ્યાે હતાે. જેને પગલે બંનેનુ ઘટના સ્થળે જ માેત થયુ હતુ. અા ઘટના નાના અાંકડીયાના જુના રસ્તે બની હતી. ઘટના અંગે સવાર સુધી કાેઇને જાણ થઇ ન હતી. સવારના સમયે બંનેની લાશ થાંભલા નજીકથી મળી અાવી હતી. જેને પગલે બંને લાશને પાેસ્ટમાેર્ટમ માટે અમરેલી સિવીલ હાેસ્પિટલમા ખસેડવામા અાવી હતી. બનાવ અંગે અમરેલી તાલુકા પાેલીસે અાગળની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...