વિવાદ:ગ્રામસભાની બેઠકમાં પાણીની સમસ્યા બાબતે સરપંચ પર પિતા- પુત્રનો હુમલો

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બગસરા તાલુકાના પીઠડિયા ગામનો બનાવ
  • પ્રશ્નનું નિકારણ કર્યું નહી કહી ગોળો આપી ઓફિસમાં તોડફોડ પણ કરી

બગસરા તાલુકાના પીઠડીયામા ગ્રામસભાની મિટીંગ ચાલી રહી હોય અહી જ રહેતા પિતા પુત્રએ ગામમા પાણીની સમસ્યાનુ નિરાકરણ લાવવા મુદે બોલાચાલી કરી સરપંચ પર પેપર વેઇટથી માથામા ઇજા પહોંચાડી બાદમા ગ્રામ પંચાયત કચેરીમા પણ તોડફોડ કરતા આ બારામા બંને સામે બગસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે. અહીના સરપંચ અરવિંદભાઇ કાનજીભાઇ ચૌહાણે બગસરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ સરપંચ તરીકે ફરજ બજાવતા હોય અને ગ્રામ પંચાયત કચેરીએ તલાટી મંત્રી સંજયભાઇ પરમાર તથા સભ્યો ચંદુભાઇ, મગુરભાઇ, પ્રવિણભાઇ, રામભાઇ, હરેશભાઇ વિગેરે ગ્રામસભાની મિટીંગમા હાજર હતા.

આ સમયે ગામમા રહેતા જીવનભાઇ જેઠાભાઇ મયાત્રાનો ફોન આવેલ અને ગામમા જે પાણીની સમસ્યા છે તમે શું નિરાકરણ કર્યુ તેમ કહેલ જેથી તેમને કચેરીએ આવવાનુ કહેલ. થોડીવારમા જીવનભાઇ અને તેનો દીકરો કપિલ ગ્રામ પંચાયત કચેરીએ આવ્યા હતા અને ગામમા પાણીની સમસ્યા છે તે અંગે તમે શું નિરાકરણ કર્યુ કહી ગાળો આપી હતી. બાદમા કપીલે ઉશ્કેરાઇ જઇ અરવિંદભાઇને માથામા પેપરવેઇટ મારી ઇજા પહોંચાડી હતી. તેમજ ઓફિસમા પણ તોડફોડ કરી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એ.પી.સીંગલ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...