આપઘાત:સસરા, જેઠે અમારે તને જોઇતી નથી કહેતા પુત્રવધુનો ગળેફાંસો

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પત્નીએ ફોન કરતા પતિએ ઉપાડ્યો નહી
  • બનાવ અંગે પરણીતાના​​​​​​​ પિતાએ નોંધાવી રાવ

અમરેલીમા ચક્કરગઢ રોડ રણછોડનગર શેરી નં-4મા રહેતા એક મહિલાને તેનો પતિ માવતરે મુકી ગયા બાદ તેના સસરા અને જેઠે તને જોઇતી નથી કહેતા મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

અહીના ચક્કરગઢ રોડ રણછોડનગર શેરી નં-4મા રહેતા નિશાબેન દિનેશભાઇ કાલાણી (ઉ.વ.21) નામના મહિલાને તેનો પતિ માવતરે મુકી ગયો હતો. બાદમા તેણે પતિને ફોન કરતા તેણે ઉપાડયો ન હતેા. આ ઉપરાંત તેના સસરા અને જેઠે ફોન કરીને જણાવેલ કે અમારે તને જોઇતી નથી કહેતા નિશાબેનને લાગી આવ્યું હતુ.

નિશાબેને પોતાની મેળે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. બનાવ અંગે દિનેશભાઇ કાલાણીએ અમરેલી સીટી પોલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ યુવરાજભાઇ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...