તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:માણાવાવ પાસે મંદિરના પુજારી પર દર્શનાર્થીનો જીવલેણ હુમલો

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આસરાણાના શખ્સે પાછળથી માથામાં દસ્તા અને કાતરના ઘા માર્યા
  • પુજારીને સારવારમાં ખસેડાયા, બનાવ અંગે ચલાલા પોલીસમાં ફરિયાદ

ધારીના માણાવાવ પાસે આવેલ માંડણમામાના મંદિરના પુજારી પર મહુવાના મોટા આસરણા ગામના દર્શનાર્થીઓ અકળ કારણે લોખંડના દસ્તા અને કાતર વડે જીવલેણ હુમલો કર્યો હતો. પુજારીને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ચલાલા પોલીસ સ્ટેશનમાં ચંદ્રેશભાઈ જગજીવનભાઈ આમલશેડાએ ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે માંડણમામાના મંદિરે રજનીભાઈ ઉર્ફે રાધાનંદ સરસ્વતી ધીરૂભાઈ શેલીયા પુજા કરે છે. પુજારી આશ્રમના રસોડમાં જમતા હતા.

ત્યારે આશ્રમમાં બે દિવસથી દર્શન કરવા આવેલા મહુવા તાલુકાના મોટા આસરાણાના અશોક બીજલભાઈ ખટાણાએ આવી કોઈ કારણોસર પુજારીના માથામાં દસ્તાનો ઘા માર્યો હતો. તેમજ કાતર વડે છાતી, વાસા અને ગળાના ભાગે ઘા માર્યા હતા. જેના કારણે પુજારી લોહી લુહાણ થઈ ગયા હતા. તેમને સારવાર અર્થે અમરેલી સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...