લોકોને પરેશાની:દાતરડીમાં નેશનલ હાઇવે 10 દિવસમાં રીપેર નહી કરાય તો ઉપવાસ આંદોલન

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટા વાહનો ગારામાં ખુંચી જતા દિવસો સુધી પડ્યા રહે છે

રાજુલા પંથકમાથી પસાર થતા નેશનલ હાઇવેનુ કામ ગોકળ ગાયની ગતિથી ચાલી રહ્યું છે. દાતરડી ગામમા કામ પુર્ણ થયુ ન હોવાથી વાહનો રસ્તામા ખુચી જતા હોય ગામ લોકોને પરેશાની થઇ રહી છે. જેને પગલે હવે ગામ લોકોએ દસ દિવસમા રસ્તો રીપેર નહી થાય તો ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

રાજુલાના દાતરડીમા પસાર થતો રસ્તો આમ તો નેશનલ હાઇવે છે. પરંતુ કોઇ કાચા ગ્રામિણ માર્ગ કરતા પણ ખરાબ છે. અહી રસ્તા પર મસમોટા ખાડાઓ છે. કામ પુરૂ થયુ ન હોય કિચડવાળા માર્ગ પરથી વાહનો ચાલે છે. બબ્બે ફુટના ખાડા કિચડ તથા પાણીના ભરાવાના કારણે રસ્તામા વાહનો ખુપી જાય છે.

અહી બે દિવસ પહેલા એક ટ્રેલર રસ્તામા ખુપી ગયુ હતુ. જે હજુ સુધી યથાવત પડયુ છે. હદ એ છે કે અહીથી મોટર સાયકલ ચલાવવુ પણ મુશ્કેલ થઇ પડયુ છે. મોટર સાયકલ પર પસાર થતા લોકો પણ કાદવ કિચડથી લથબથ થઇ જાય છે. ગામ લોકોએ દસ દિવસમા રસ્તો રીપેર નહી થાય તો ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. મથુરભાઇ ભેડા, છગનભાઇ તથા હિરાભાઇ સોલંકી દ્વારા આ અંગે ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઇ હતી.

6 માસ પહેલા પણ આંદોલન થયું હતંુ
​​​​​​​નેશનલ હાઇવે ઓથોરીટી કેાઇનુ સાંભળતી નથી. લોકો ગમે તેટલી રજુઆત કરે તો પણ ધ્યાન અપાતુ નથી. અહી છ માસ પહેલા પણ રસ્તાનો પ્રશ્ન ઉકેલવા લોકોને આંદોલન કરવુ પડયુ હતુ. હવે ફરી આંદોલનની નોબત આવી છે.

અન્ય સમાચારો પણ છે...