ખેડૂતોમાં રોષ:સાવરકુંડલાના વિજપડી ગામમાં વીજ ધાંધીયાથી ખેડૂતો પરેશાન

વિજપડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતીવાડીમાં અપુરતો વીજ પુરવઠો મળતો હોય ખેડૂતોમાં રોષ
  • અનેક વખત તંત્રને રજૂઆત છતાં પ્રશ્નનો ઉકેલ આવતો નથી

સાવરકુંડલા તાલુકાના વિજપડીમા ખેડૂતોને ખેતીવાડીની વિજળી અપુરતી મળતી હોય હાડમારી વેઠવી પડી રહી છે. અવારનવાર વિજ ધાંધીયાથી ખેડૂતોમા રોષ જોવા મળી રહ્યો છે. અનેક વખત રજુઆત છતા તંત્ર દ્વારા આ પ્રશ્નનો ઉકેલ લાવવામા આવતો નથી.

અમરેલી જિલ્લામા હજુ પણ ખેતી પાકમા સારા વરસાદની જરૂર છે. પરંતુ સાવરકુંડલા તાલુકાના વિજપડીમા ખેતીવાડીમા વિજ પુરવઠો અનિયમિત મળતો હોય ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. હાલ સારો વરસાદ પડતો ન હોય અને જમીન પણ સુકાવા લાગી હોય પિયત માટે પાણીની જરૂરીયાત હોય પરંતુ વિજ ધાંધીયાના કારણે ખેડૂતો પાકને પિયત પણ કરી શકતા નથી.

જિલ્લામા મોટાભાગે ખેડૂતો કપાસ અને મગફળીનુ વાવેતર કરતા હેાય છે. ખેડૂતોને પણ હાલ કપાસ, મગફળી સહિતના પાક માટે પાણીની જરૂરીયાત હોય ખેડૂતો પણ મુંઝવણ અનુભવી રહ્યાં છે. મોંઘા ભાવના બિયારણ અને ખાતર તેમજ મજુરીનો ખર્ચ પણ ખેડૂતોને માથે પડી રહ્યો છે. ખેડૂતોને રાત્રે અને દિવસે પણ અપુરતી વિજળી આપવામા આવતી હોય મુશ્કેલી અનુભવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...