રજૂઆત:ખેડૂતોનો પોકાર મગફળી, કપાસને નુકસાન

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુંડલા પંથકમાં નદીના પાણીએ પાકનાે સાેથ વાળ્યાે : ખારાપાટમાં ભરાયેલા પાણીએ કર્યુ માેટું નુકસાન : મગફળીમાં ફૂગ, ગેરૂ તથા ડુંગળીમાં બાફિયાનાે ઉપદ્રવ
  • સહાયની માંગ: આગેવાનોએ જુદા-જુદા સ્તરે રજૂઆત કરી

સતત વીસ દિવસથી વધુ સમય સુધી વરસાદ વરસતાે રહ્યાે હાેય અમરેલી જિલ્લામા મગફળીને વ્યાપક નુકશાન થયુ છે. વાડી ખેતરાેમા સતત પાણી ભરેલા હાેય તૈયાર થવાના અારે ઉભેલી મગફળી જમીનમા જ ઉગવા લાગી છે. ખાસ કરીને અાગાેતરૂ વાવેતર કરનાર ખેડૂતાેને અા પ્રશ્ન સતાવી રહ્યાે છે. અાટલુ અાેછુ હાેય તેમ મગફળીમા ફુગ અને ગેરૂનાે રાેગ પણ માેટા પ્રમાણમા દેખાયાે છે. જેના કારણે ખેડૂતાેના માેઢે અાવેલાે કાેળીયાે ઝુંટવાઇ રહ્યાે છે. કેટલાક વિસ્તારમા મગફળીનુ ધાેવાણ પણ થયુ છે.

કપાસનાે પાક પણ વધુ પડતુ પાણી સહન ન કરી શકતા ઉભાે જ સુકાઇ રહ્યાે છે. સાવરકુંડલા, લીલીયા, અમરેલી, બાબરા, રાજુલા વિગેરે તાલુકામા માેટાભાગના કપાસમા જીંડવા પણ ખરી ગયા છે. તાે બીજી તરફ ડુંગળીમા બાફીયાે રાેગ દેખાયાે છે. સદનશીબે મેઘરાજાઅે વિરામ લેતા પાકને વધુ નુકશાન થતુ અટકયુ છે. જિલ્લાભરમાથી ઠેરઠેર અતિવૃષ્ટિના કારણે પાકને નુકશાન થયુ હાેય સહાય માટે પાેકાર ઉઠી રહ્યાે છે. વિવિધ ખેડૂત અાગેવાનાેઅે અા માટે જુદાજુદા સ્તરે રજુઅાત કરી છે અને અાવનારા બે દિવસમા વધુ રજુઅાતાે થવા જઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામા 5.53 લાખ હેકટરમા વાવેતર થયુ છે જે પૈકી 3.01 લાખ હેકટરમા અેટલા કપાસનુ વાવેતર થયુ છે.

ભારે વરસાદથી વાડી ખેતરમાં રેસ પડી ગયા
અાંબરડીના ખેડૂત અાગેવાન મહેશભાઇ ચાેડવડીયાઅે જણાવ્યું હતુ કે ભારે વરસાદથી વાડી ખેતરાેમા અાઠ દિવસથી રેસ પડી ગયા છે જેથી હવે જમીનમા પાણી જતુ નથી. અને બહાર નિકાલ થતાે નથી. જેથી કપાસ, મગફળી અને ડુંગળીને નુકશાન થઇ રહ્યું છે.> મહેશભાઇ ચોડવડિયા

​​​​​​​મેકડા ગ્રામ પંચાયતની સહાય ચુકવવા માંગ
મેકડા ગ્રા. પં.ના સરપંચ નિતાબેન લખાણી અને ઉપસરપંચ અનિરૂધ્ધભાઇ ધાધલે મુખ્યમંત્રીને પત્ર પાઠવી અા ગામમા શેત્રુજી, શેલ અને સુરવાે નદીના પાણી વાડી ખેતરાેમા ત્રણથી ચાર ફુટ ફરી વળતા કપાસ, મગફળી અને જુવારનાે પાક નાશ પામ્યાે હાેય અને ગામનાે 90 ટકા વિસ્તાર અસરગ્રસ્ત થયાે હાેય સર્વે કરી વળતર અાપવા માંગ ઉઠાવી છે.

પાથરા પર વરસાદ ખાબકતા નુકસાની
જુની માંડરડીના રમેશભાઇ વસાેયાઅે જણાવ્યું હતુ કે ખેડૂતાેઅે ઉપાડેલી મગફળીના પાથરા ખેતરમા પડયા હતા તેના પર સતત છ દિવસ વરસાદ પડતા મગફળી ખરાબ થવાથી અા વિસ્તારના ખેડૂતાેને માેટુ નુકશાન થયુ છે. કપાસ અને સાેયાબીનમા પણ પાન ખરી ગયા છે.> રમેશભાઇ

​​​​​​​બાબરા પંથકમાં કપાસ બળી ગયાે
​​​​​​​જિ. પં.ની કારાેબારી સમિતીના ચેરમેન નિતીનભાઇ રાઠાેડે જણાવ્યું હતુ કે બાબરાના લુણકી, ચમારડી, કરિયાણા, ઇશ્વરીયા, દરેડમા ભારે વરસાદથી કપાસનાે પાક બળી ગયાે છે.

અન્ય સમાચારો પણ છે...