આંદોલન:ખેતીવાડીમાં વીજળી ન મળતા લીલિયા વીજ કચેરી ખાતે ખેડૂતોનો હલ્લાબોલ

લીલીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય ધરણા પર બેસી ગયા : આખરે છ કલાક વીજળી આપવાનાે વાયદો

સમગ્ર અમરેલી જિલ્લામા ખેતીવાડી ક્ષેત્રે વિજળીના ધાંધીયા છે. વરસાદ થંભી ગયા બાદ મગફળીને તાે કાેઇ પિયતની જરૂર રહી નથી પરંતુ કપાસના પાકને હાલમા પિયતની તાતી જરૂર છે. કેટલાક વિસ્તારાેમા સિંચાઇની ઠીકઠીક સગવડતાના કારણે ખેડૂતાે પાકને પાણ અાપી રહ્યાં છે. પરંતુ લીલીયા પંથકમા તાે સિંચાઇની માેટી કાેઇ યાેજના નથી. જાે નિયમીત વિજળી મળે તાે ખેડૂતાે ભુતળના પાણીથી કપાસને પિયત કરી શકે તેમ છે પરંતુ ખેતીવાડીની વિજળી મળતી નથી. જેથી 150 ખેડૂતાે અાજે લીલીયાની વિજ કચેરીઅે ધસી ગયા હતા અને પુરતી વિજળી અાપવા ઉગ્ર માંગ ઉઠાવી હતી.

જાણ થતા સ્થાનિક ધારાસભ્ય પ્રતાપ દુધાત પણ તાબડતાેબ અહી દાેડી અાવ્યા હતા અને ખેડૂતાેનેા પ્રશ્ન નહી ઉકેલાય ત્યાં સુધી કચેરી ખાતે ધરણા પર બેસી ગયા હતા. ધારાસભ્યના ધરણાને પગલે અમરેલીથી વિજ કંપનીના ઉચ્ચ અધિકારીઅાે પણ અહી દાેડી અાવ્યા હતા અને સમગ્ર મામલાને સંભાળવા પ્રયાસ કર્યાે હતાે. અાખરે વિજ તંત્રઅે ખેડૂતાેને વિજળી પુરતી અાપવાની લેખિતમા ખાતરી અાપી હતી. ખાેડાભાઇ માલવીયા, બહાદુરભાઇ બેરા, દકુભાઇ બુટાણી, ભુપતભાઇ પટાેળીયા, ભુરાભાઇ સેખલીયા, નિતીનભાઇ ત્રિવેદી વિગેરે અાંદાેલનમા જાેડાયા હતા.

છેક ગાંધીનગર સુધી રજુઆત
ધારાસભ્યઅે ધરણા કરતા વિજ અધિકારીઅાેઅે ગાંધીનગર, વડાેદરા અને રાજકાેટ સુધી ઉપરી અધિકારીઅાેને સ્થિતી અંગે જાણ કરી હતી. અાખરે અા વિસ્તારના ખેડૂતાેને કમસેકમ છ કલાક વિજળી મળે તેવી વ્યવસ્થા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...