જાફરાબાદના ટીંબીમા આવેલા માર્કેટીંગયાર્ડમા આજે ખેડૂતોને કપાસનો ઓછો ભાવ મળતા થોડા સમય માટે હોબાળો થયો હતેા. જો કે પાણીવાળો કપાસ હોય ભાવ ઓછો આવ્યો હોય પોલીસે દોડી જઇ મામલો થાળે પાડયો હતો. ટીંબી યાર્ડમા મોટા પ્રમાણમા ખેડૂતો હરરાજી માટે કપાસ લઇ આવે છે. હરરાજી દરમિયાન આવેલા કપાસમાથી કેટલોક કપાસ એકદમ ભીનો હોય તેનુ વજન વધી ગયુ હતુ જેના કારણે કપાસનો ભાવ ઓછો ઉપજયો હતો.
જો કે સારા કપાસના અહી 1750 જેવો ભાવ પણ અપાયો હતો. પરંતુ જે કપાસની ખરીદી ન થઇ તે ભીના કપાસવાળા ખેડૂતોએ હોબાળો કર્યો હતો અને અન્ય કપાસ ભરવા દીધો ન હતો. જેના કારણે નાગેશ્રી પોલીસને બોલાવવામા આવી હતી.
પોલીસના આગમન બાદ 1750 વાળા કપાસને ભરવા દેવામા આવ્યો હતો. પોલીસ, યાર્ડના સેક્રેટરી મનુભાઇ તથા વેપારીઓની દરમિયાનગીરી બાદ પાણીવાળો કપાસ પણ રૂપિયા 1300એ વેચાયો હતો. આ કપાસ બીજા દિવસે પીળો થઇ જતો હોય વેપારીઓ ખરીદતા નથી. અહી રોજ બે હજાર મણ કપાસ વેચાણમા આવે છે. 30 જેટલા ગામના ખેડૂતો કપાસ હરરાજીમા લાવે છે. યાર્ડના સુત્રોએ જણાવ્યું હતુ કે જો આવતીકાલથી ભીનો કપાસ લાવવામા આવશે તો ગુણવતા પ્રમાણે ભાવ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.