• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Farmers, Including MLAs, Arrive At Lilia Power Company Office In Amreli, Demand To Give Power Of Residential Area To Agriculture

વીજ કચેરીએ હોબાળો:અમરેલીના લીલીયાની વીજકંપનીની કચેરી પર ધારાસભ્ય સહિત ખેડૂતો પહોંચ્યા, રહેણાંક વિસ્તારનો પાવર ખેતીવાડીમાં આપવા માગ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાઉ-તે વાવાઝોડાને 5 મહિનાથી વધુનો સમય વિતી ચૂક્યો હોવા છતા ખેડૂતોને નિયમિત વીજળી નથી મળી રહી

અમરેલી જિલ્લામાં તાઉતે વાવાઝોડાના 5 મહિના કરતા વધુ સમય વિતવા છતા ખેડૂતોને નિયમિત વીજળી મળતી નથી. તેમજ કેટલાક વિસ્તારમાં હજુ સુધી વીજળી આવી ન હોવાની પણ ફરિયાદો ઉઠી છે. ત્યારે આ મામલે પીજીવીસીએલ અને સરકાર સામે લોકોનો રોષ વધી રહ્યો છે. તેને લઈ કોંગ્રેસ આ મુદ્દે આગળ આવી રહી છે.

સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુઘાત અને ખેડૂતો લીલીયા પીજીવીસીએલ કચેરીમાં આજે ગુરૂવારે પહોચ્યાં હતા અને રોષ વ્યકત કર્યો હતો. ખેડૂતોની નારાજગી દીનપ્રતિદિન વધી રહી છે. અહીં વીજળી નહિ હોવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યુ છે. તેમજ પાક નિષફળ જવાની ભીતિ જોવા મળી રહી છે. ત્યારે આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને ધારાસભ્ય પ્રતાપ દુધાતે પીજીવીસીએલ કચેરીમાં આ અંગે રજૂઆત કરી હતી.

2 દિવસ પહેલા રાજુલા તાલુકાના વાવેરા ગામના ખેડૂતો વીજળી બાબતે વીજ કચેરીમાં બેસી વિરોધ પ્રદશન કરી રોષ વ્યકત કર્યો હતો અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. એ જ રીતે હવે ખેડૂતોનો રોષ દિવસે દિવસે વધી રહ્યો છે. તેમ છંતા આ સમસ્યાનું નિરાકરણ આવતું નથી. જેને લઈ આવતા દિવસોમાં ઘેરાપ્રત્યાઘાતો પડી શકે છે.ધારાસભ્ય પ્રતાપ દુધાતે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, હું અને મોટી સંખ્યામાં ખેડૂતો લીલીયા એકઠા થયા છીએ. તાઉતે વાવાઝોડાના બાદથી વીજળી નથી મળતી. અમારા વિસ્તારના ખેડૂતો આખી રાત જાગે છે. કોઈ નિરાકરણ આવતું નથી.

લીલીયા પીજીવીસીએલ ઈજનર ભવાનીએ દિવ્યભાસ્કરને કહ્યું કે, ધારાસભ્યની રજૂઆત હતી કે ખેડૂતોના પાકમાં નુકસાન થઈ રહ્યું છે તેથી તેમને વીજળી આપો. ગામડામાં 24 કલાક મળતી વીજળી અમુક ટાઈમ બંધ રાખી ખેતીકામ માટે વીજળી આપો. ગામડાનો પાવર અલગથી તમે ખેતીવાડી સાથે જોડો જોકે, આ માટે જેટકોમાં રજૂઆત કરવી પડે.

અન્ય સમાચારો પણ છે...