તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:તાઉ-તે વાવાઝોડા બાદ હજુ સુધી વીજળી ન મળતાં રાજુલા તાલુકાના 3 ગામના ખેડૂતોએ માંગ કરી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધુડિયાઆગરીયા, નવાઆગરીયા અને મોટા આગરીયાના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યુ

અમરેલી જિલ્લામા તાઉતે વાવાઝોડા બાદ 4 મહિના જેટલો સમય વિતવા છતાં ખેડૂતોને હજુ ખેતીવાડી વીજળી મળી નથી ત્યારે ખેતીવાડી,પશુપાલન અને ખેત મજૂરીના વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતો દ્વારા ખેતીવાડી વીજળી આપવા માટે વાંરવાર લોકો દ્વારા રજૂઆતો કરાઇ કરી છે ત્યારે માત્ર પ્રસ્થાપિત થઇ જશે તેવી હૈયા ધારણા આપવામા આવતી હોવાને કારણે લોકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે.

ગામડાના ખેડૂતો ભારે અકળાય રહ્યા છે P.G.V.C.L. દ્વારા હજુ સુધી વિજપુરવઠો પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવ્યો નથી. વીજપોલ ઉભા કરવાનુ કામ ગોકળગાયની ગતીએ ચાલી રહ્યું છે આવતા દિવસોમા વીજળી આપીશુ તેવા પ્રકારની માત્ર ખાત્રીઓ મળી રહી છે. ત્યારે આજે રાજુલા તાલુકાના નવા આગરિયા,ધુડીયા આગરીયા,મોટા આગરીયા આ ત્રણ ગામના કેટલાક લોકો દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપી તાત્કાલિક વીજળી આપવાની માંગણી કરી હતી.

ખેડૂતોને કેટલાય દિવસથી વીજળી આપવાની માત્ર વાતો જ થાય છે- ખેડૂત

ખેડૂત ભરતભાઇ ખુમાણે કહ્યું હતું કે, માત્ર સરકાર અને અધિકારીઓ વાતો જ કરે છે વીજળી આવી જશે પણ હજુ આવી નથી. 4 મહિના થવા આવ્યા ખેતીવાડી વીજળી વગર શુ કરવું? ઝડપથી કામગીરી કરી વીજપુરવઠો શરૂ કરવા અમારી માંગણી છે

ખેતીવાડીને વીજળી આપવાની કામગીરી શરૂ છે

રાજુલા, જાફરાબાદ,ખાંભા આ વિસ્તારમા ખેતીવાડીને વીજળી આપવા માટે કામગીરી કેટલાય દિવસોથી ચાલી રહી છે, પરંતુ હજુ કોઈ ઠેકાણા નથી વીજળી આવે તેમ ગોકળગતિએ કામગીરી ચાલતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

અન્ય વિસ્તારમાં અનિયમિત પુરવઠો

અમરેલી જિલ્લામાં લાઠી, બગસરા,લીલીયા, કુંકાવાવ, વડીયા,વિસ્તારમાં ખેતીવાડીની વીજળી શરૂ છે, પરંતુ અનિયમિત આવી રહી છે તો બીજી તરફ સાવરકુંડલાના કેટલાક વિસ્તારમાં ખેતીવાડી વીજળી મળે છે તો મોટાભાગના વિસ્તારમાં ખેતીવાડી વીજળી હજુ નથી આવી.

અન્ય સમાચારો પણ છે...