તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારનો વાયદો નિષ્ફળ:જિલ્લામાં ખેતીવાડીમાં રાત્રે વિજ પુરવઠાથી ખેડૂતાે પરેશાન

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગીરકાંઠાના ગામાેમાં રાનીપશુના ત્રાસથી ખેડૂતાે અને મજુરાે વાડીઅે જતા ડરે છે : ખેડૂતાેને રાત ઉજાગરા : દિવસે જ વિજ પુરવઠાે આપો

સરકાર ખેડૂતાેને દિવસે વિજળી આપવાનાે વાયદાે કર્યાે છે. પરંતુ અમરેલી જિલ્લામા ખેડૂતાેને હજુ પણ રાત્રીના સમયે જ ખેતીવાડી વિજ પુરવઠાે આપવામા આવી રહ્યાે છે. જેને પગલે ખેડૂતાેને હાડમારી વેઠવી પડી રહી છે. ખાસ કરીને ગીરકાંઠાના ગામાેમા રાની પશુઓનાે ત્રાસ હાેય ખેડૂતાે વાડી ખેતરાેમા જતા ડર અનુભવી રહ્યાં છે. રાત્રીના સમયે મજુરાે પણ વાડી ખેતરાેમા જતા નથી જેના કારણે ખેડૂતાેને નુકશાન વેઠવુ પડી રહ્યું છે. ઘણા વિસ્તારાેમા દિવસે વિજ પુરવઠાે આપવામા આવે છે પરંતુ અવારનવાર લાે વાેલ્ટેજ સહિતની સમસ્યાથી ખેડૂતાે પાકને પાણી આપી શકતા નથી.

અમરેલી જિલ્લામા ઓણસાલ ચાેમાસા દરમિયાન મેઘરાજાએ ભરપુર મહેર કરી છે. જેને પગલે તમામ તાલુકામા જળાશયાે અને તળાવાે છલકાઇ ઉઠયાં છે. જેથી ખેડૂતાે હાેંશેહાેંશે રવિપાકનુ વાવેતર કર્યુ છે. જિલ્લામા થાેડા સમય પહેલા માવઠાની સ્થિતિ જરૂર ઉભી થઇ હતી. જાે કે હાલ હવામાન સાનુકુળ થયુ છે. પરંતુ રાત્રીના સમયે ખેતીવાડી વિજ પુરવઠાે આપવામા આવી રહ્યાે હાેય ખેડૂતાેને અનેક અગવડતાઓ વેઠવી પડી રહી છે. આખી રાત ખેડૂતાેને ઉજાગરા કરવા પડી રહ્યાં છે. તાે ગીરકાંઠાના ગામાેમા તાે દીપડા સહિત વન્યપ્રાણીઓના આંટાફેરાથી ખેડૂતાે અને મજુરાેમા ભારે ડર જાેવા મળી રહ્યાે છે.

બગસરા પંથકમા પણ ખેડૂતાેને રાત્રીના સમયે વિજ પુરવઠાે મળતાે હાેવાથી મુશ્કેલી જાેવા મળી રહી છે. અહી તાે થાેડા દિવસ પહેલા દીપડાનાે ભારે આતંક હતાે. માનવભક્ષી દીપડાએ અનેક લાેકાેને માેતને ઘાટ ઉતાર્યા હતા. જેના કારણે હાલ રાત્રીના સમયે ખેડૂતાેને વાડી ખેતરાેમા પાંજરા જેવી ઓરડીઓ બનાવીને પાકનુ રક્ષણ કરવુ પડી રહ્યું છે. તાે ખાંભા, સાવરકુંડલા, ધારી, ચલાલા સહિતના ગામાેમા પણ આવી જ સ્થિતિ જાેવા મળી રહી છે.

અહી પણ રાની પશુઓના સતત આંટાફેરાથી ખેડૂતાે અને મજુરાે વાડીએ જતા ભય અનુભવે છે. ત્યારે દિવસે ખેતીવાડી વિજપુરવઠાે આપવામા આવે તેવુ ખેડૂતાે ઇચ્છી રહ્યાં છે.

ખેડૂતાેને બે પાળીમાં વિજ પુરવઠાે આપાે: ભંડેરી
અમરેલી જિલ્લા કિસાન સંઘના પ્રમુખ વસંતભાઇ ભંડેરીએ જણાવ્યું હતુ કે હાલ ત્રણ સાયકલમા ખેતીવાડી વિજ પુરવઠાે આપવામા આવી રહ્યાે છે. એક અઠવાડીએ રાત્રે 8 થી સવારના 4, બીજા અઠવાડીએ સવારે 10 થી સાંજના 6 તેમજ ત્રીજા અઠવાડીએ રાત્રે 1 વાગ્યાથી સવારે 9 સુધી વિજ પુરવઠાે પુરાે પાડવામા આવી રહ્યાે છે. જાે કે રાત્રીના સમયે ખાસ કરીને બગસરા, ધારી, ચલાલા, સાવરકુંડલા વિગેરે વિસ્તારાેમા દીપડા, સિંહના આંટાફેરાથી ખેડૂતાેને ભય સતાવે છે.> વસંતભાઇ, જિલ્લા કિસાન સંઘના પ્રમુખ

ખેડૂતાેને દિવસે જ વિજ પુરવઠો આપો
ખેડૂત એકતા મંચના પ્રમુખ મહેશભાઇ ચાેડવડીયાએ જણાવ્યું હતુ કે ખેડૂતાેને દિવસે જ વિજ પુરવઠાે મળવાે જાેઇએ. સાવરકુંડલા પંથકમા મિતીયાળા બીટ નજીક હાેવાથી રાત્રીના સિંહ, દીપડા જેવા પ્રાણીઓ વાડી ખેતરાેમા ઘુસી આવે છે. અનેક વખત માણસ પરના હુમલાની ઘટના પણ બની છે. ખેડૂતાેને રાત્રીના સતત તાપણા કરી પાકનુ રક્ષણ કરવુ પડી રહ્યું છે.> મહેશભાઇ, એકતા મંચના પ્રમુખ

મજુરાે પણ વાડી ખેતરાેમાં આવતા નથી
ગીર દુધાળાના સરપંચ મનીષભાઇ કાથરાેટીયાએ જણાવ્યું હતુ કે દિવસના ખેતીવાડી વિજ પુરવઠાે આપવામા આવે છે ત્યારે ઝટકા મારે છે. રાત્રીના સમયે આ વિસ્તારમા જંગલી પ્રાણીઓના આંટાફેરા વધુ રહે છે. આ વિસ્તારમા મજુરાે પણ વાડી ખેતરાેમા કામે આવતા ડરે છે.> મનીષભાઇ, સરપંચ

જુની-નવી માંડરડીના ખેડૂતાેને દિવસે વિજળીનાે લાભ
રજુલાના જુની માંડરડી, નવી માંડરડીના ખેડૂતાેને સુર્યશકિત કિસાન યાેજના અંતર્ગત ફિડરમાથી દિવસે વિજળીનાે લાભ મળી રહ્યાે છે. એસકેવાય ફિડર સંચાલન સમિતીના રમેશભાઇ વસાેયાએ જણાવ્યું હતુ કે ખેડૂતાેને સવારે 7 થી સાંજે 7 સુધી થ્રી ફેઈઝ પાવર મળે છે.> રમેશભાઇ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો