વિરોધ:પાણી પત્રક મળતું ન હોઇ ખેડૂતોએ ખાખરિયા ગ્રામસભાનો કર્યો બહિષ્કાર

વડીયા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુત્રાેચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન : મગફળીનુ રજીસ્ટ્રેશન થઇ શકતું નથી

ટેકાની મગફળી ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ છે. પરંતુ તલાટીની હડતાલને કારણે પાણી પત્રક મળી શકતુ ન હાેય રજીસ્ટ્રેશન કરાવવામા ખેડૂતાેને મુશ્કેલી પડતી હાેય અાજે ખાખરીયામા ખેડૂતાેઅે અા મુદે ગ્રામસભાનાે બહિષ્કાર કરી સુત્રાેચ્ચાર કર્યાે હતેા.

વડીયા તાલુકાના છેવાડાના ગામ ખાખરીયામા અાજે તંત્ર દ્વારા ગ્રામસભાનુ અાયાેજન કરવામા અાવ્યું હતુ. જેમા ઇરીગેશન અને અારાેગ્ય વિભાગના અધિકારીઅાે ઉપસ્થિત રહ્યાં હતા. અેક તરફ વરસાદના કારણે મગફળી અને કપાસના પાકને નુકશાન થયુ છે. ત્યારે બીજી તરફ ખેડૂતાેને તલાટીઅાેની હડતાલના કારણે પાણી પત્રક મેળવવામા મુશ્કેલી પડી રહી છે.

મગફળીની ટેકાની ખરીદી માટે અાેનલાઇન રજીસ્ટ્રેશન કરાવવા પાણી પત્રકની જરૂર પડે છે. પરંતુ હડતાલને પગલે પાણી પત્રક મળતુ નથી જેના કારણે ખેડૂતાે રજીસ્ટ્રેશન કરાવી શકતા નથી. અા મુદે ગ્રામસભામા ખેડૂતાેઅે ભારે રાેષ વ્યકત કર્યાે હતાે. સુત્રાેચ્ચાર કરી ગ્રામસભાનાે બહિષ્કાર પણ કર્યાે હતાે.

અન્ય સમાચારો પણ છે...