યે આરામ કા મામલા હૈ:સાવરકુંડલાના વાડી વિસ્તારમાં ખેડૂતનો ખાટલો બન્યો ચાર બાળસિંહનું આરામનું સ્થળ, જુઓ બાળસિંહની મનમોહક તસવીરો

અમરેલીએક મહિનો પહેલા
  • સાવરકુંડલાના ફોરેસ્ટર યાસિન જુણેજાએ બાળસિંહની તસવીરો કેમેરામાં કેદ કરી

અમરેલી જિલ્લાના ધારી, રાજુલા, સાવરકુંડલાના રહેણાક વિસ્તારમાં સિંહ પરિવારના આંટાફેરા સામાન્ય બન્યા છે. ત્યારે સાવરકુંડલા રેન્જમાં એક વાડી વિસ્તારમાં ખાટલા પર આરામ ફરમાવતા ચાર બાળસિંહની મનમોહક તસવીરો સામે આવી છે. ગીર જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેતા ફોરેસ્ટર દ્વારા જ આ તસવીર કેમેરામાં કેદ કરવામાં આવી હતી.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા રેન્જ વિસ્તારમાં આવેલી એક ખેડૂતની વાડીમાં ખુલ્લામાં પડેલા ખાટલા પર ત્રણ બાળસિંહ અને એક ખાટલા નીચે આરામ ફરમાવતા જોવા મળી રહ્યાં છે. ચારેય બાળસિંહને જાણે ઠંડી લાગતી હોય અને એનાથી બચવા ખાટલાનો સહારો લીધો હોય એમ લાગી રહ્યું છે.

વન વિભાગના ફોરેસ્ટરે તસવીરો ખેંચી
સામાન્ય રીતે ક્યારેય જોવા ના મળે એવી આ તસવીરો સાવરકુંડલા રેન્જના ફોરેસ્ટ યાસિન જુણેજાએ પોતાના કેમેરામાં ખેંચી હતી. સામાન્ય રીતે બાળસિંહ તેની માતાથી અલગ નથી થતાં હોતાં, પરંતુ અહીં તસવીરમાં આસપાસ ક્યાંય સિંહણ જોવા મળતી નથી. ફોરેસ્ટ દ્વારા લેવામા આવેલી આ તસવીરો હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે.

અન્ય સમાચારો પણ છે...