રજૂઆત:આંબરડીમાં વાવાઝોડા નુકસાન અંગે ખેડૂતો હજુ સહાયથી વંચિત

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂત સમાજે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી

સાવરકુંડલાના આંબરડી ગામે વાવાઝોડામાં ખેતીવાડીમાં નુકશાનીના સર્વેમાં ખેતીવાડી તંત્રએ ઠાગાઠૈયા કર્યા હોવાનું સામે આવ્યું હતું. ખરા અર્થમાં નુકશાની પામેલ ખેડૂતને સહાય ન મળતા ખેડૂત સમાજે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. અને તંત્ર સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

સાવરકુંડલા ખેડૂત સમાજના પ્રમુખ મહેશભાઈ ચોડવડીયાએ જણાવ્યું હતું કે વાવાઝોડામાં ખેતી પાકમાં તારાજી સર્જાય હતી. આંબરડી ગામના મનુભાઈ કેશવભાઈ ચોડવડીયાના ખાતા નંબર 80 સર્વેનું 25પી3 છે. વાવાઝોડામાં અહી તલનો પાક સંપૂર્ણ નિષ્ફળ પામ્યો હતો. સરકારના આદેશ મુજબ ખેતીવાડીની ટીમ અહી સર્વે માટે પહોંચી હતી. પણ તેમને ખેતરમાં ઉભેલો પાક દેખાયો ન હતો. અને સર્વેમાં ખેતરમાં વાવેતર ન હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.

આંબરડી ગામમાં રાજકીય ભેદભાવ રાખીને યોગ્ય સર્વે કરવામાં આવ્યો નથી. જેના કારણે ખરા અર્થમાં નુકશાની પામેલા ખેડૂતોને સહાય મળી નથી. અહી અનેક વખત તાલુકા વિસ્તરણ અધિકારી અને જિલ્લા ખેતીવાડી વિભાગને રજૂઆત કરવામાં આવી હતી. પણ ખેતીવાડી તંત્રએ ખેડૂતને જવાબ પણ આપ્યો નથી જેના કારણે ખેડૂતે ન્યાય માટે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...