તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકા તંત્ર:નાગેશ્રી ગામે બાગાયતી ખેતીના પાકમાં રીસર્વે બાદ પણ ખેડૂતો સહાયથી વંચિત

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોએ અનેક વખત લેખિત અને મૌખિક રજુઆતો કરી છતાં કોઇ કાર્યવાહી કરાઇ નથી

નાગેશ્રીમા ચારેક માસ પહેલા ત્રાટકેલા વાવાઝાેડામા બાગાયતી પાકને વ્યાપક નુકશાની થઇ હતી. તંત્ર દ્વારા અહી સર્વે પણ પુરાે કરી દેવાયાે હતાે. અનેક ખેડૂતાેઅે ફાેર્મ પણ ભરી દીધા હતા. જાે કે હજુ સુધી સહાય ન મળતા ખેડૂતાેમા રાેષ જાેવા મળી રહ્યાે છે. ઉપસરપંચ સહિત ખેડૂતોએ સરકાર સામે રોષ વ્યકત કર્યો છે.

અતિ મહત્વની ખેતી વાવાઝાેડામા વિનાશ થઈ છે. વર્ષો જુના કેરીના આંબા મૂળમાંથી ઊંચકી ગયા છે. ખેડૂતાે વર્ષો સુધી મહેનત કરશે તો પણ આ બાગાયતી ખેતી ઉભી નહિ થાય તેની વચ્ચે રાજ્ય સરકારની સહાય નહિ મળતા સમગ્ર નાગેશ્રી ગામના લાેકાેમા રાેષ જાેવા મળી રહ્યાે છે. તાકીદે સરકાર તપાસ કરાવી ખેડૂતોના બાકી રહેલા વળતર ચુકવણી કરે તેવી માંગ ઉઠી છે.

સરકારને વિનંતી બાગાયતી વળતર ચૂકવે- ઉપ સરપંચ
નાગેશ્રી ગામના ઉપસરપંચ વિજયભાઈ વરૂએ જણાવ્યું હતુ કે વાવાઝાેડાને ચાર માસનાે સમય વિતી ગયાે છે. સરકારે મોટા ઉપાડે સર્વે કર્યો, તંત્રના અનેક અધિકારીઓને લેખિત મૌખિક રજૂઆતો કરી, પરંતુ કોઈ પરિણામ મળતુ નથી. આ બાગાયતી ખેતી હવે ફરી ઉભી થાય તેવી કોઈ શકયતા નથી. ખેડૂતોને વળતર ઝડપથી આપે તેવી સરકારને મારી અપીલ છે. નહિતર આવતા દિવસોમા પરિણામ ભોગવવા તૈયારી રાખે ગામ લોકોની ધીરજ ખૂટી છે. - વિજયભાઇ વરૂ

આજે જ હુકમ કર્યાે છે
જાફરાબાદ તાલુકા વિકાસ અધિકારી બાબુભાઇ ચૌધરીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતુ કે ખેડૂતાેને સહાય મળી રહે તે માટે અાજે જ હુકમ કરી દીધાે છે. થાેડા રીસર્વેના ફાેર્મ પણ હતા.> બાબુભાઇ ચૌધરી

અન્ય સમાચારો પણ છે...