આપણે ખેડૂતોને રાત દિવસ મહેનત કરતા જોયા છે. પરંતુ ખેડૂતોને કુદરતી આફતો અને નુકશાનીઓનો સામનો પણ કરવો પડતો હોય છે. ત્યારે વડિયા તાલુકાની બાજુમાં આવેલ સાકરોળા ગામ સીમ વિસ્તારમાં એક પ્રગતિશીલ ખેડૂતે ત્રણ પાકનુ વાવેતર કરી મબલખ ઉપજ મેળવી અનેક લોકોને રોજગારી પણ પુરી પાડી રહ્યાં છે.
વડિયા સીમ વિસ્તારમાં વાડી ધરાવતા ઉમેદભાઇ બસીયા નામના પ્રગતિશીલ ખેડૂતે પ્રથમ ટમેટા તરબૂચ અને હાલ સાકર ટેટીનું વાવેતર કર્યું છે અને મબલખ પાક મેળવી રહ્યાં છે. જો કે અહીંની ટેટી સાકર ટેટી તરીકે આ પંથકમાં વખણાઇ રહી છે. હાલ આપણે આ ખેડૂતની વાત કરીએ તો એ વર્ષમાં પ્રથમ ટામેટાનું વાવેતર કરે છે. અને બાદ તરબૂચનું અને હાલ સાકર ટેટીનું વાવેતર કર્યું છે. અને પાક તૈયાર થઈ ગયો છે. ત્યારે આ ખેડૂત પોતાના ખેતરેથી રિટેઇલ વેચાણ પણ કરે છે.
આ ખેડૂત પોતે સારી કમાણી કરી રહ્યા છે અને સારી એવી ઉપજ મેળવી રહ્યા છે. સાથે સાથે તેમના ખેતરમાં 100 જેટલા મજૂરો રહે છે. આ મજૂરોને પણ રોજગારી આપી રહ્યા છે. આ ખેડૂત પોતાની જમીનની પણ સારી કાળજીઓ લે છે. એક વર્ષ દરમિયાન ત્રણ વખત ઉપજ મેળવે છે. અને ત્રણ મહિના પોતાના ખેતરની જમીનને આરામ આપે છે. જેને લીધે પાકમાં સારી મીઠાશ હોય છે. ખેતરમાં સારું એવું ટમેટા અને તરબૂચમાં પણ સારી એવી ઉપજ મેળવે છે.
અનેક મજુરોને રોજીરોટી પુરી પાડે છે
ઉમેદભાઇ બસીયા પોતાના ખેતરમા ત્રણ પાકનુ વાવેતર કરે છે. જેને પગલે તેમને મજુરોની પણ જરૂરીયાત રહે છે. હાલ તેઓ 100 જેટલા મજુરોને રોજીરોટી પુરી પાડી રહ્યાં છે.
રાજકોટ અને અમદાવાદથી લોકો ખરીદી માટે આવે છે
પ્રગતિશીલ ખેડૂતે પોતાના ખેતરમા તરબુચ, ટમેટા, ટેટી વિગેરેનુ વાવેતર કરી રહ્યાં છે. તેમની ત્યાં અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાથી પણ લોકો ખરીદી કરવા માટે આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.