આપઘાત:પાણી ભરેલ ખાણમાં પડી જઇ યુવાને જીવન ટૂંકાવ્યું

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સાવરકુંડલામા રહેતા અને મજુરીકામ કરતાે અેક યુવક પાેતાની પત્નીને ફાેન અાપી કામે જવાનુ કહી ઘરેથી નીકળ્યા બાદ કાેઇ અગમ્ય કારણે પાણી ભરેલ ખાણમા પડી જઇ જીવન ટુંકાવી લીધુ હતુ. યુવકના આપઘાતની આ ઘટના સાવરકુંડલામા બની હતી. અહીના જુના પાવર હાઉસની બાજુમા રહેતા રસીકભાઇ જીણાભાઇ સાેલંકી (ઉ.વ.27) નામનાે યુવક ગઇકાલે સવારના સાડા આઠેક વાગ્યાના સુમારે પાેતાની પત્નીને ફાેન આપી કામે જવાનુ કહી નીકળી ગયાે હતાે.

જાે કે માેડી રાત સુધી આ યુવક ઘરે પરત ન આવતા પરિવારજનાેઅે શાેધખાેળ આદરી હતી. આ યુવકે અહી આવેલ પથ્થરની પાણી ભરેલી ખાણમા પડી જઇ કાેઇ અગમ્ય કારણાેસર આ પગલુ ભરી લીધુ હતુ. બનાવ અંગે રમેશભાઇ જીણાભાઇ સાેલંકીઅે સાવરકુંડલા તાલુકા પેાલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ અેઅેસઅાઇ વાય.જી.રાઠાેડ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...