તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:રાજુલા પોલીટેક્નીકમાં ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશના 100 અધ્યાપકોએ ભાગ લીધો

રાજુલામાં જીએમબી પોલીટેકનિક દ્વારા ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં દેશભરમાંથી અધ્યાપકો જોડાયા હતા. અને 16 અલગ અલગ વિષય પર માર્ગદર્શન અપાયું હતું. રાજુલા ખાતે આવેલી જી.એમ.બી. પોલીટેકનીક ખાતે તા. 5મે થી 12મે દરમ્યાન ઓનલાઇન AICTE અને ISTE સ્પોન્સર્ડ "આઉટકમ બેઝ પેડાગોગીક પ્રિન્સિપલ્સ ફોર ઇફેક્ટિવ ટીચિંગ ઇન એન્જીનીયરીંગ" પર ફેઝ 3નો રીફ્રેશર પ્રોગ્રામ યોજાઈ ગયો. તેમાં ભારતના અલગ અલગ રાજ્યોમાંથી 100 જેટલા અધ્યાપકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

રિફ્રેશર પ્રોગ્રામમાં કુલ 16 જેટલા અલગ-અલગ વિષયો પર નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ AICTE-ISTE તરફથી મળેલી ગ્રાન્ટ અંતર્ગત યોજવામાં આવેલો હતો. કાર્યક્રમના અંતે AICTE તરફથી કર્નલ વેંકટ ઉપસ્થિત રહ્યા હતા અને કોલેજના પ્રિન્સિપાલ પ્રો.(ડો.) કલ્પેશ વન્ડરાને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી તેમજ માર્ચ મહિનામાં ફેજ 1 અને 2નું આયોજન કરવામાં આવેલું હતું.

અન્ય સમાચારો પણ છે...