તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાળઝાળ ગરમી:અમરેલી પંથકમાં આકરી ગરમી, પારો 40.4 ડિગ્રીએ

અમરેલી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કાળઝાળ ગરમીથી બપોરે માર્ગો સુમસામ

અમરેલી પંથકમા પાછલા કેટલાક દિવસાેથી તાપમાન સતત ઉંચકાયેલુ જાેવા મળી રહ્યું છે. જેને પગલે અહી કાળઝાળ ગરમીથી લાેકાે તાેબા પાેકારી ઉઠયાં છે. આજે શહેરનુ મહતમ તાપમાન 40.4 ડિગ્રી નાેંધાયુ હતુ. આકરા તાપથી બપાેરના સમયે માર્ગાે પણ સુમસામ બની જાય છે. ગરમીથી બચવા લોકો ઠંડા-પીણાનો સહારો લઇ રહ્યાં છે અને રાત્રીના સમયે રોડ પર લટાર મારતા જોવા મળે છે.

ગઇકાલે વડીયા પંથકમા વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઇ ગયુ હતુ. જાે કે અમરેલીમા તાપમાન સતત 40 ડિગ્રીને પાર જ રહેતુ હાેય અહી આકરી ગરમી પડી રહી છે. આજે શહેરનુ મહતમ તાપમાન 40.4 ડિગ્રી નાેંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 23 ડિગ્રી રહ્યું હતુ. તાે હવામા ભેજનુ પ્રમાણ 61 ટકા નાેંધાયુ હતુ અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 5.6 કિમીની રહી હતી.

અમરેલીમા ઉનાળાના અારંભથી જ તાપમાન ઉંચકાઇ ગયુ હતુ. થાેડા દિવસ પહેલા ધારી શહેરમા તાે તાપમાન 42 ડિગ્રીને પાર રહ્યું હતુ. જેને પગલે અહી આકરાે તાપ પડયાે હતાે. હાલ તાે અાકરી ગરમીના કારણે લાેકાે અકળાઇ ઉઠયાં છે. આમ, છેલ્લા ઘણા સમયથી તાપમાનનો પારો 40થી નીચે જોવા મળતો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો