કાળઝાળ ગરમી:અમરેલી પંથકમાં આકરો તાપ યથાવત; પારો 42 ડિગ્રી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કાળઝાળ ગરમીથી બપોરે માર્ગો સુમસામ

અમરેલી પંથકમાં પાછલા ઘણા સમયથી તાપમાન સતત 40 ડિગ્રીને પાર જ રહે છે. આજે પણ શહેરનુ મહતમ તાપમાન 42 ડિગ્રી નોંધાયુ હતુ. જેને પગલે કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. અમરેલી પંથકમાં ઓણસાલ ઉનાળો આકરો રહ્યો છે. એપ્રિલ માસમા તો પારો સતત 40 ડિગ્રીને પાર જ રહ્યો હતો. સતત પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો તોબા પોકારી ઉઠયાં છે.

આજે શહેરનુ મહતમ તાપમાન 42 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 26 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 79 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 19.8 કિમીની નોંધાઇ હતી. શહેરમાં બપોરના સુમારે તો જાણે આકાશમાંથી અગનવર્ષા થતી હોય તેમ આકરા તાપના કારણે બજારો પણ સુમસામ ભાસી રહી છે. આખો દિવસ ભારે ઉકળાટ રહેતો હોય લોકો અકળાઇ ઉઠયાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા અમરેલી પંથકમા માવઠુ પણ થયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...