હવામાન:અમરેલી પંથકમાં ફરી કાતિલ ઠંડી : તાપમાન 9.2 ડિગ્રીએ

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભેજનંુ પ્રમાણ વધતા વાતાવરણ ટાઢુંબોળ

અમરેલી પંથકમા થાેડા દિવસ પહેલા માવઠાની સ્થિતિ સર્જાઇ હતી. જાે કે હવે ફરી અેક વખત ઠંડીનાે પારાે ગગડીને 9.2 ડિગ્રી સુધી પહાેંચતા લાેકાે ઠુંઠવાયા છે. સાથે સાથે હવામા ભેજનુ પ્રમાણ પણ વધુ રહેતુ હાેવાથી અાખાે દિવસ વાતાવરણ ટાઢુબાેળ જાેવા મળી રહ્યું છે. શહેરમા ફરી અેક વખત કાતિલ ઠંડીનાે રાઉન્ડ શરૂ થયાે છે. અહી માવઠાની સ્થિતિ હટતાની સાથે ફરી તાપમાન નીચુ ઉતર્યુ છે. અાજે શહેરનુ ન્યુનતમ તાપમાન 9.2 ડિગ્રી સુધી નાેંધાયુ હતુ. જેને પગલે કડકડતી ઠંડી પડી હતી. તાે બીજી તરફ હવામા ભેજનુ પ્રમાણ વધીને 83 ડિગ્રી નાેંધાતા અાખાે દિવસ વાતાવરણ ટાઢુબાેળ રહેતા ઠંડીમા વધારાે જાેવા મળી રહ્યાે છે. અાજે શહેરનુ મહતમ તાપમાન 24 ડિગ્રી રહ્યું હતુ. તાે પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 4.6 કિમીની નાેંધાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ફરી અેક વખત કાતિલ ઠંડીનુ માેજુ ફરી વળતા લાેકાે ગરમ વસ્ત્રાેમા વિંટળાયા છે. રાત્રીના અને વહેલી સવારે લાેકાે તાપણાનાે સહારાે લેતા પણ નજરે પડી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...