સાવરકુંડલામા તાજેતરમા નગરપાલિકાએ મોટા પ્રમાણમા ડીમોલેશન કર્યુ. જયારે હાઇકોર્ટના સ્ટેવાળી દુકાનો યથાવત રહી છે. પરંતુ આ 150 જેટલા દુકાનદારો પાસેથી અમુક લોકો દ્વારા અવારનવાર ડિમોલેશનથી બચાવવાના નામે નાણાનુ ઉઘરાણુ થઇ રહ્યું છે જે અંગે અહીના વકિલે તપાસની માંગ કરી છે.ડિમોલેશન વખતે કોઇ અધિકારી કે પદાધિકારી નાણા માંગતા નથી. તો નાણા માંગનારા લોકો કોના માટે આ રકમ ઉઘરાવી રહ્યાં છે તે અંગે તેમણે તપાસની માંગ કરી છે. છેલ્લા 15 વર્ષ દરમિયાન અહીથી દુકાનદારો પાસેથી રૂપિયા 40 લાખથી વધુની રકમ ઉઘરાવાઇ છે.
દરેક દુકાનદાર પાસેથી અત્યાર સુધીમા રૂપિયા 30500 જેવી રકમ ઉઘરાવવામા આવી છે. પ્રથમ વખત 10 હજાર ત્યારબાદ 7 હજાર ત્યાર પછી 3500 બાદમા 2 હજાર અને હવે 13મી તારીખથી દરેક દુકાનદાર પાસેથી રૂપિયા ત્રણ ત્રણ હજાર ઉઘરાવવાનુ શરૂ કરાયુ છે. જયારે 11 લોકો પાસેથી રૂપિયા 12-12 હજાર ઉઘરાવવાની પેરવી થઇ રહી છે. અહીના એડવોકેટ યાકુબભાઇ વિજપડીવાળાએ આ અંગે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી જવાબદારો સામે પગલા લે તેવી માંગ ઉઠાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.