લાઠી તાલુકાના મતિરાળા આરોગ્ય કેન્દ્ર હેઠળના તમામ ગામોમા જિલ્લા આરોગ્ય અધિકારીની સુચનાથી વેકટર કંટ્રોલ મેગા ડ્રાઇવનુ આયોજન કરાયુ હતુ. જે અંતર્ગત આરોગ્યની 14 ટીમોએ ઘરે ઘરે જઇ પોરાનાશક કામગીરી હાથ ધરી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ અને ડો. એ. કે. સીંગની સૂચનાથી ડો.આર. આર. મકવાણાના માર્ગદર્શન હેઠળ મતીરાળા આરોગ્ય કેન્દ્રના તમામ ગામોમાં વેક્ટર કંટ્રોલ મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. દિવાળી અને તહેવારોની સીઝનમાં જન આરોગ્યની જાળવણી માટે અલગ અલગ 14 મેડિકલ ટીમ દ્વારા તમામ વિસ્તારોમાં ઘરે ઘરે જઈ પાણી ભરવાના પાત્રો ચકાસી પોરાનાશક કામગીરી, વોટર કન્ટેનર ડીસ્કાર્ડ, બંધિયાર પાણીના નિકાલની વ્યવસ્થા અને તેમાં એબેટ સોલ્યુશન નાખી મચ્છરોની ઉત્પત્તિ થતા અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.
તેમજ તાવના દર્દીઓની સ્લાઇડ લઈ મેલેરિયાની તપાસ કરી સારવાર આપવામાં આવી હતી. ઉપરાંત વાહક જન્ય રોગો સામે રક્ષણ મેળવવા અને મચ્છર ઉત્પતિના અટકાયતી પગલાઓ વિશે લોક જાગૃતિ માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યુ હતુ. મતિરાળાના ડો. સાગર પરવડિયા, ડો. હરિવદન પરમાર, બાલમુકુંદ જાવિયા, ધર્મેશ વાળા, આરોગ્ય કાર્યકરો અને આશા બહેનો દ્વારા દિવાળી અને તહેવારોની સીઝનમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકન ગુનિયા જેવા વાહકજન્ય રોગો નિવારવા ઉમદા કામગીરી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.