ઉનાળો તેના અંત તરફ છે. હાલ નદી, ચેકડેમ અને તળાવોમા પાણી ડૂકવા લાગ્યા છે. ત્યારે સરકાર દ્વારા જળસંગ્રહ વધારવા માટે સુજલામ સુફલામ અંતર્ગત માટી મોરમ ઉપાડવાની ખેડૂતોને મંજુરી અપાઇ છે. આ મુદત આગામી 31મીએ પુર્ણ થતી હોય ત્યારે આ મુદતમા વધારો કરવા પુર્વ કેબીનેટ મંત્રી બાવકુભાઇ ઉંધાડ દ્વારા મુખ્યમંત્રી, કૃષિમંત્રીને રજુઆત કરવામા આવી છે.
પુર્વ કેબીનેટ મંત્રી બાવકુભાઇ ઉંધાડ દ્વારા કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે ઉનાળા દરમિયાન ચેકડેમ, નદી, તળાવોમા હવે પાણી ડૂકવા લાગ્યા છે. ખેડૂતો પોતાની જમીનમા ફળદ્રુપતા વધારવા માટે જમીન સમતળ કરવા માટે માટી, મોરમ ઉપાડવાની મંજુરી મળી છે. ખેડૂતોએ સ્વખર્ચે તળાવો, નદીઓ ઉંડી કરીને માટી ઉપાડી છે. આ મુદત આગામી 31મીએ પુર્ણ થઇ રહી છે. તેમણે વધુમા જણાવ્યું હતુ કે હજુ વરસાદની શરૂઆત થઇ ન હોય ત્યારે આ મુદતમા વધારો કરવામા આવે તો હજુ ખેડૂતો માટી, મેારમ ઉપાડી પોતાના ખેતરમા નાખી જમીન સુધારણા કરી શકે. અને સાથે સાથે જળસંગ્રહની કેપેસીટી વધતા વરસાદી પાણીને સમુદ્રમા જતુ અટકાવીને પાણીના તળ ઉંચા લાવી શકાય તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.