રજુઆત:અમરેલી પાલિકામાં આઉટ- સોર્સીંગ કર્મચારીઓનું શોષણ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પગાર, ઇપીએફ, બોનસ વિગેરેમાં અન્યાય મુદ્દે રજુઆત

અમરેલી નગરપાલિકામા આઉટસોર્સિંગથી કામ કરતા કર્મચારીઓને એજન્સી દ્વારા શોષણ કરવામા આવી રહ્યું છે. અનિયમિત પગાર, ઇપીએફ, બોનસ વિગેરે મુદે અન્યાય થઇ રહ્યો હોય આ પ્રશ્ને પાલિકા સદસ્ય દ્વારા પ્રાદેશિક કમિશ્નરને રજુઆત કરવામા આવી છે. પાલિકાના સદસ્ય ઇકબાલભાઇ બીલખીયા દ્વારા ભાવનગર પ્રાદેશિક કમિશ્નરને કરાયેલી રજુઆતમા જણાવાયુ હતુ કે પાલિકામા 2021થી એન.કુમાર સર્વિસ નામની એજન્સીની નિમણુંક કરાઇ છે. જે આઉટસોર્સિંગથી કર્મચારીઓની ભરે છે.

પાલિકા તરફથી કર્મચારીઓ પાસે જરૂરીયાત મુજબની પુરતી કામગીરી કરાવવામા આવે છે. પરંતુ એજન્સી તરફથી નિયમ વિરૂધ્ધ ફકત 24-25 દિવસનો પગાર આપવામા આવે છે અને બાકીના દિવસોનો પગાર કપાત કરવામા આવે છે. રજુઆતમા વધુમા જણાવાયું હતુ કે એજન્સી દ્વારા કર્મચારીઓને ત્રણ મહિને એક મહિનાનો પગાર ચુકવવામા આવે છે અને બે મહિનાનો પગાર આ એજન્સી તેની પાસે જમા રાખે છે. હાલમા પણ પગાર ચુકવાયો નથી. આ ઉપરાંત ઇપીએફની રકમ પણ કર્મચારીઓના ખાતામા જમા કરાવવામા આવતી નથી. ત્યારે આ બાબતે યોગ્ય તપાસ કરી એજન્સી સામે પગલા લેવામા આવે તેવી માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...