વિધાનસભાની ચૂંટણીને લઈને અમરેલી જિલ્લામાં આજે ચૂંટણી પંચ દ્વારા વહેલી સવારથી જ તૈયારી કરવામાં આવી રહી છે. જ્યારે 5 ડિસ્પ્લેસિંગ સેન્ટરો પર વહેલી સવારથી તૈયારીઓ પુર જોરશોરથી ચાલી રહી છે. જિલ્લામાં 1 હજાર 412 મતદાન મથક ઉપર 6 હજાર 941 કર્મચારીઓ ફરજ બજાવશે તેમજ 3 હજાર 720 જેટલા સુરક્ષા કર્મીઓ અને એસ.ટી.બસો અને રૂટ ઝોનલ ઓફિસરો મતદાન બુથો ઉપર પહોંચાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. મતદાન મથકે ઇવીએમ મશીન સહિતની 96 ચીજવસ્તુઓ સાહિત્ય દરેક પીસાઈડિંગ ઓફિસરોને આપવામાં આવી છે. આજ સાંજ સુધીમાં તમામ મતદાન મથકો ઉપર ઇવીએમ પહોંચી જશે અને વિધાનસભાના મુખ્ય સેન્ટરો પર અલગ-અલગ ટીમો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જઈ રહી છે.
આવતીકાલે મતદાન થશે
અમરેલી વિધાનસભા, લાઠી-બાબરા વિધાનસભા, રાજુલા-જાફરાબાદ વિધાનસભા, સાવરકુંડલા-લીલીયા વિધાનસભા, ધારી-બગસરા વિધાનસભા ઉપર મતદાન કરવામાં આવશે. ત્યારે સુરક્ષા વ્યવસ્થા અને ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.