45 ફોર્મ ઉપડયા:અમરેલી જિલ્લાની પાંચ સીટ માટે ચોથા દિવસે પણ એકેય ફોર્મ ન ભરાયું

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં 45 ઉમેદવારોએ તંત્ર પાસેથી ફોર્મ લઇ ગયા

વિધાનસભાની ચુંટણી માટે અમરેલી જિલ્લાની જુદીજુદી સીટમા ચુંટણી લડવા માંગતા લોકો તંત્ર પાસેથી ઉમેદવારીપત્ર લઇ તો જાય છે પરંતુ હજુ સુધી કોઇ ફોર્મ ભરવા ડોકાતુ નથી. પાંચેય સીટ માટે મળી અત્યાર સુધીમા વહિવટી તંત્ર પાસેથી કુલ 45 ફોર્મ ઉપડયા છે. કોઇ વ્યકિત એક ફોર્મ ઉપાડે છે તો કોઇ વ્યકિત એકથી વધુ ફોર્મ ઉપાડે છે.

અત્યાર સુધીમા ધારી બગસરા સીટ માટે ત્રણ વ્યકિત કુલ ચાર ફોર્મ લઇ ગયા છે. જયારે અમરેલી વડીયા સીટ માટે આજે વધુ બે ફોર્મ ઉપડયા હતા. લાઠી બાબરા સીટ માટે એક વ્યકિતએ ચાર ફોર્મ ઉપાડયા હતા. જયારે સાવરકુંડલા લીલીયા સીટ માટે પાંચ વ્યકિતએ સાત ફોર્મ ઉપાડયા હતા.

અને રાજુલા જાફરાબાદ સીટ માટે દસ વ્યકિતએ 28 ફોર્મ ઉપાડયા હતા. બીજી તરફ આજે ફોર્મ ભરવાનો ચોથો દિવસ હતો. અને ચોથા દિવસે જિલ્લાની પાંચમાથી એકેય સીટ માટે કોઇ ફોર્મ ભરાયુ ન હતુ. અત્યાર સુધીમા એકમાત્ર સાવરકુંડલા સીટ માટે અપક્ષ ઉમેદવારનુ જ એક ફોર્મ ભરાયુ છે. 11મી તારીખથી ફોર્મ ભરવાની પ્રક્રિયામા ઉછાળો આવશે. ત્યાં સુધીમા ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના નામ પણ જાહેર થઇ જવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...