તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વાવાઝોડાના 28 દિવસે પણ ડુંગરમાં BSNL નું નેટવર્ક ઠપ્પ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેટવર્કના અભાવે લોકોને હાડમારીનો સામનો

રાજુલા ના ડુંગરમાં વાવાઝોડાના 28 દિવસ બાદ પણ બીએસએનએલના નેટવર્કના ધાંધીયા જોવા મળે છે. લોકોના મોબાઇલ ફોન માત્ર ડબલા બની રહી ગયા છે. નેટવર્કના અભાવે લોકોનો સંપર્ક થતો નથી. જેના કારણે બીએસએનએલના ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે.રાજુલા પંથકમાં વાવાઝોડાના કારણે મોબાઇલ નેટવર્ક પર માઠી અસર પહોંચી હતી. ભારે પવનના કારણે અનેક મોબાઈલ કંપનીઓના ટાવર ધરાશાયી થયા હતા. તેમજ નુકશાન પહોંચ્યું હતું.

તંત્ર અહીં રાજુલા પંથકમાં નેટવર્ક કનેક્ટિવિટી શરૂ કર્યાના દાવાઓ કરી રહ્યુ છે. પરંતુ ડુંગર ગામે વાવાઝોડાના 28 દિવસ બાદ પણ બીએસએનએલનું નેટવર્ક શરૂ થયું નથી. જેના કારણે લોકોના મોબાઇલ ફોન માત્ર ડબલા બની ગયા છે. તેમજ કવરેજ ન હોવાથી કોઈનો સંપર્ક કરી શકતા નથી. ડુંગરમાં બીએસએનએલ ગ્રાહકોને સુવિધા આપવામાં વામણું સાબિત થયું છે.

અન્ય સમાચારો પણ છે...