તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંધારપટ:ગુજરાતના મધદરિયે આવેલા શિયાળબેટ ટાપુ પર તાઉતેના 40માં દિવસ પછી પણ વિજળી પહોંચી નથી

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીજીવીસીએલ દ્વારા શિયાળબેટમાં 100 કરતા વધુ વિજપોલ પહોંચાડાયા કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાને કારણે હજુ અંજવાળા નથી થયા

અમરેલી જિલ્લાના જાફરાબાદના શિયાળબેટ ગામમાં તાઉતે વાવાઝોડાના કારણે ખાસું એવું નુકસાન થયું છે. છેલ્લા 40 દિવસથી શિયાળબેટમાં અંધારપટ છવાયો છે. વિજ વિભાગ દ્વારા થાંભલાઓ પહોંચાડવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી વિજળી પહોંચાડી શક્યા નથી. જેના કારણે રહેવાસીઓનો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રહેવાસીઓ દ્વારા વહેલામાં વહેલી તકે વિજળી પૂરી પાડવામાં આવે તેવી માગ કરી રહ્યાં છે. તો બીજી તરફ વિજ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છેકે આગામી 10થી 12 દિવસમાં વિજળી પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

ઉર્જા વિભાગ હજુ વીજળી પહોંચાડી શક્યું નથીસૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં તાઉતેના કારણે ડૂલ થયેલી વિજળી વિજ વિભાગ દ્વારા પહોંચાડી દેવામાં આવી છે, પરંતુ અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદના શિયાળબેટ ગામમાં હજુ વીજળી પહોંચી નથી. માત્ર વિજપોલ પહોંચાડ્યા છે. હજુ કોઇ કામગીરી શરૂ કરાઈ નથી. ગ્રામજનોને હજુ કેટલાક દિવસો વિજળી વિહોણા કાઢવા પડે તેવી શક્યતા જોવા મળી રહી છે.

વિજપોલ ગામમાં આવ્યા છેઃ સરપંચશિયાળબેટના સરપંચ હમીરભાઈ શિયાળે જણાવ્યું છેકે, ગામમાં વિજપોલ આવી ગયા છે. પીજીવીસીએસએલના અધિકારીઓ પણ પહેલા આવ્યા હતા અને વચન આપ્યું હતું કે 10 દિવસે લાઈટ આવી જશે. કામગીરી ચાલુ છે.

રાત દિવસ હેરનાગતિ છેઃ સ્થાનિકશિયાલબેટના રહેવાસી છનાભાઈએ કહ્યું કે, રાત દિવસ માંડ કાઢીએ છીએ. છોકરા રહેતા નથી. વડીલોને આ ગરમીમાં કેમ રાખવા અને ક્યાં રાખવા તે સમસ્યા છે. તાત્કાલિક લાઈટ આપે તો સારુ. કામગીરી ઝડપી કરાવે તો ગામને વહેલી લાઇટ મળશે નહીંતર હજું ઘણું મોડું થશે.

લાઈટ મળી જશે કામગીરી શરૂ છેઃઅધિકારીસાવરકુંડલા ડિવિઝનના અધિકારી નિનામાએ જણાવ્યું છેકે, વિજપોલ પહોંચી ગયા છે. કોન્ટ્રાક્ટરોની ટીમો ત્યાં કામગીરી કરી રહી છે. 10થી 12 દવિસમાં વિજળી ગામને મળી જાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સામા કાંઠે તમામ વિજપોલ પહોંચી ગયા છે.

દરિયામાં કેબલ પહોંચાડી અહીં અંજવાળા કર્યા હતાઅમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામ મધ દરિયે આવેલું છે. અહીં કોઈ વાહન વ્યવહાર રોડ રસ્તા નથી બોટ મારફતે ગામના લોકો ગામમાં અવર જવર કરી રહ્યા છે. તાઉતે વાવાજોડાના કારણે આ ગામમાં ભારે નુકસાન ગયુ હતુ જ્યારે અહીં રાજ્ય સરકાર દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબહેન વખતે દરિયામાં કેબલ પહોંચાડી અહીં અંજવાળા કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...