તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Even After A Month And A Half Of Hurricane, JETCO Power Line Has Not Been Erected On The Coast Of Amreli District, Sarpanch Writes Letter To Energy Minister

પાવરવિનાનું ઉર્જા તંત્ર:વાવાઝોડાના દોઢ મહિના પછી પણ અમરેલી જિલ્લાના દરિયા કાંઠે જેટકોની વીજ લાઈન ઉભી નથી કરાઇ, સરપંચની ઉર્જા મંત્રીને પત્ર લખી રજુઆત

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર દ્વારા અનેક આદેશ પરંતુ ગ્રામ્ય વિસ્તારમા માત્ર કાગળ પર જ કામગીરી

તાઉતે વાવાઝોડામાં સૌરાષ્ટ્રમા સૌથી વધુ અમરેલી જિલ્લાના દરિયાકાંઠે નુકશાન થયુ, જેઘટનાને દોઢ મહિના જેટલો સમય વિતવા છતાં સરકારી તંત્ર કામગીરી ગોકળગાયની ગતિએ કામ કરી રહ્યુ છે. રાજ્ય સરકારના ઉર્જા મંત્રી સૌરભ પટેલ જે જિલ્લામા બે બે વખત મુલાકાત લીધી હતી તે જ વિસ્તારના ગામડામા સરકારી વીજળી કંપની જેટકોની કામગીરી માત્ર કાગળ પર દેખાઇ રહી છે. રાજુલા તાલુકાના છેવાડા નુ ગામ ઉંચેયા ગામ નજીક જેટકોની વીજ લાઈન ઉભી કરવામાં આવી નથી.આ અંગે તંત્ર ને વાંરવાર જાણ કરી મૌખિત રજુઆત છતા કોઈ પરિણામ નહી મળતા સરપંચ પ્રતાપભાઈ બેપારીયા દ્વારા ઉર્જા મંત્રી સૌરભ પટેલ ને પત્ર દ્વારા લેખીત રજુઆત કરી છે.

લાઈન તાકીદે ઉભી કરવા ગ્રામજનો ની માંગ

રેવન્યુ વિસ્તાર માંથી ખેડૂતોના ખેતર માંથી જેટકો જે.પી.પી.સી. 220 કે.વી. વિજલાઈન પસાર થાય છે વાવાજોડામાં પોલ પડી જતા લાઈન તૂટી પડી છે જેથી ખેડૂતોના પાક ને પણ નુકસાન જઇ રહ્યું છે જ્યારે એક થી દોઢ મહિનાથી આ લાઈન પડી છે હાલ ખેડૂતોને વાવણી સહિતના ખેતીકામ કરવા હોય ખેડૂતોને સિઝન સમયે પરેશાની ભોગવવી પડી રહી છે ત્યારે તાત્કાલિક ખેડૂત ને નુકસાની અંગે સહાય અને આ પોલ લાઈન તાકીદે ઉભી કરવા ગ્રામજનો ની માંગ છે ગામના સરપંચ દ્વારા ઉર્જા મંત્રી,સાંસદ, પૂર્વ ધારાસભ્ય સુધી રજુઆત કરી યોગ્ય કરવા માંગણી કરી છે

આ જેટકોના કારણે અનેક ખેતી પડતર પડી-સરપંચ

રજુઆત અંગે સરપંચ પ્રતાપભાઈ બેપારીયા એ કહ્યું હતુ કે, આ જેટકોના કારણે 1 મહિના થી ખેતી કામ વાવણી ખેડૂતો કરી શકતા નથી ખેડૂતોના ખેતરમાં પોલ અને તાર હજુ સુધી હટાવવામાં આવેલ નથી હાલ વાવણી નો સમય છે જેટલી ખેડૂતોની જમીન પડતર પડી રહી છે તે માટે ખેડૂતો માટે નુકસાની નું વળતર ચૂકવી આ પોલ હટાવે તેવી મારી માંગણી છે

અન્ય સમાચારો પણ છે...