તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઈટ ક્યારે આવશે?:તારાજીના 18 દિવસ બાદ પણ રાજુલા-જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં અંધારપટ યથાવત

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજુલા શહેરના કેટલાક વિસ્તારોમાં વીજળી આવી

અમરેલી જિલ્લામાં ગત 17 મેંના દિવસે તાઉ-તે વાવાઝોડાએ તારાજી સર્જતા રાજુલા, જાફરાબાદ સહિતના વિસ્તારમાં અસંખ્યા વીજપોલ ધરાશયી થયા હતા. જેના કારણે જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી અંધારા દૂર થાય અને લાઈટ આવે તે માટે રાજ્ય સરકારે અન્ય જિલ્લામાંથી પણ વીજ કંપનીની ટીમોને અહીં ઉતારી છે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે 18 દિવસ બાદ પણલોકો લાઈટ ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા છે.

અમરેલી જિલ્લાની વાત કરીએ તો, રાજુલા શહેરમાં વીજળી આવી છે. પરંતુ, ડુંગરરોડ સહિતના વિસ્તારમાં હજી વીજળી મળી નથી. જ્યારે જાફરાબાદ શહેરમાં બે દિવસથી રાત્રિના સમયે વીજળી આપવાની શરૂઆત કરવામા આવી છે.જો કે, ગામડાઓમાં જ્યોતિગ્રામ ફીડર હજી બંધ હોવાથી લોકોની હાલત કફોડી છે.

ખેડૂતોની મૂંઝવણ વધી
એક તરફ ચોમાસુ નજીક આવી રહ્યું છે. તો બીજી તરફ જિલ્લામાં વાવાઝોડાના કારણે વીજપોલ અને વીજતારને ભારે નુકસાન થયુ છે. વીજકંપની હાલ પ્રાથમિકતાના આધારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. પરંતુ, ખેતીવાડીમાં ક્યારે વીજળી મળશે તેને લઈ હાલ ખેડૂતો ચિંતિત બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...