તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:નાેટબંધી દરમિયાન SBIમાં 214 નકલી નોટ ભરણામાં આવી !!

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

નાેટબંધી પહેલાના સમયમા ચલણમા માેટા પ્રમાણમા નકલી નાેટાે ફરતી હતી અને નાેટબંધી દરમિયાન લાેકાેઅે જે નાણા બેંકમા જમા કરાવ્યા તેમા પણ માેટા પ્રમાણમા નકલી નાેટાે ભરણામા અાવ્યાનુ ખુલ્યુ છે. અમરેલી અેસબીઅાઇની જુદીજુદી બ્રાંચમા પાંચ વર્ષ પહેલા નાેટબંધી દરમિયાન રૂપિયા 1000ના દરની 214 બનાવટી ચલણી નાેટ ભરણામા અાવ્યાનુ ખુલતા હવે ફાેઝદારી ફરિયાદ નાેંધાવાઇ છે.

અમરેલી અેસબીઅાઇના ચીફ મેનેજર રાજેશ રાઠાેડે અા બારામા અજાણ્યા શખ્સાે સામે સીટી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. જેમા તેણે જણાવ્યું છે કે સરકાર દ્વારા નાેટબંધી લદાઇ તે અંગે તારીખ 8/11/2016થી 30/12/2016 દરમિયાન અેસબીઅાઇની જુદીજુદી શાખામા રૂપિયા 500 અને 1000ના દરની ચલણી નાેટાે જમા કરવામા અાવી હતી. અેકઠી થયેલી અા નાેટાે અારબીઅાઇની અમદાવાદ અને ભાેપાલ શાખામા જમા કરાવવામા અાવી હતી. અારબીઅાઇ દ્વારા તેમાથી 214 નાેટાે બનાવટી હાેવાનુ ડિટેકટ થયુ હતુ. જે અંગે અારબીઅાઇમાથી રીપાેર્ટ અાવ્યા બાદ હવે તેમણે અમરેલી સીટી પાેલીસ મથકમા અા અંગે ફરિયાદ નાેંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...