તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરેલીમાં સીનીયર સીટીઝન પાર્ક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ મંદિરની પ્રતિકૃતિની સ્થાપના કરાઈ છે. અહીં સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રીરામની આરતી કરી લોકો માટે દર્શન વ્યવસ્થા ખુલ્લી મુકવામાં આવી હતી. આગામી એક માસ સુધી વિવિધ સંગઠનો દ્વારા શ્રીરામનું પુજન અને આરતી કરાશે.
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. જેના કારણે અમરેલી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સીનીયર સીટીઝન પાર્ક ખાતે રામ મંદિરની પ્રતિકૃતિની સ્થાપના કરવામાં આવી છે. જેનું ઘાંટવડના મહંત ઇન્દુભારતીજી મહારાજ, પાણી દરવાજા સ્વામિનારાયણ મંદિરના ભક્તિ સંભવદાસજી, હરિસ્વરૂપ સ્વામી અને ગિરિયા હનુમાન મંદિરના મહંત રામ મનોહરદાસ બાપુ સહિતના સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું.
ઉપરાંત સંતો અને મહંતોએ ભગવાન શ્રી રામની હૂંડીનો સ્વીકાર કરી પુજા - આરતી કરી હતી. આ તકે વિશ્વ હિન્દુ પરિષદના હસમુખભાઇ દુધાત, દિનેશભાઇ પોપટ, મુકેશભાઇ સંઘાણી, દિનેશભાઇ ભુવા, ભાનુભાઇ કીકાણી, શરદભાઇ લાખાણી, વિઠ્ઠલભાઇ બાંભરોલીયા અને રાજેશભાઇ માંગરોળીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.