આયોજન:દામનગરમાં મહિલા પુસ્તકાલયમાં નિબંધ, ચિત્ર, મહેંદી સ્પર્ધા યોજાઇ

દામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સંસ્થા સાથે જોડાનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરાયા

દામનગરમાં મણીભાઈ સાર્વજનિક મહિલા પુસ્તકાલયમાં મહાત્મા ગાંધીના જીવન કવચ પર નિબંધ લેખન, ચિત્ર, મહેંદી અને કૌશલ્ય જીવણ શિક્ષણ જેવી અનેક સ્પર્ધા યોજાઇ હતી. તેમજ સંસ્થાના પ્રમુખ હરજીભાઈ નારોલા અને જીવનભાઈ હકાણીના માર્ગદર્શન હેઠળ સંસ્થા દ્વારા મહિલાઓને ગાંધીના જીવન કવચ પર માહિતી અપાઇ હતી. તેમજ વર્ષ દરમિયાન સંસ્થા સાથે જોડાયેલા સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના ટ્રસ્ટી નટુભાઈ ભાટીયા, વસંતભાઈ ડોબરીયા, બટુકભાઈ શિયાણી અને વજુભાઈ સહિતના કર્મીઓએ જહેમત ઊઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...