અમરેલી જિલ્લામાં આવેલ ખાંભા પંથકમાં ઘેટા બકરામાં ભેદી રોગચાળો આવતા અને અહીંના માલધારીઓના કેટલાક ઘેટા બકરાના બીમારીથી મોત થતા માલધારીઓમાં સૌવથી વધારે ચિંતા વ્યાપી ગઈ છે તાજેતરમાં જ ગાયો સહિત પશુઓમાં લંપી વાયરસના કારણે હાહાકાર મચાવ્યો હતો અને મોટા પ્રમાણમાં તેના કારણે ગાયોના મોત થયા હતા જ્યારે હવે ખાંભા પંથકમાં ઘેટા બકરામા અચાનક રોગચાળો જોવા મળતા માલધારીઓના ઘેટા બકરામા વિચિત્રરોગ ચાળાના કારણે થોડા દિવસમા કેટલાક ઘેટા બકરા મોત થયા હોવાનું માલધારી ઓ કહી રહ્યા છે સ્થાનિક માલધારી મુન્નાભાઈ માટીયા તેમજ અન્ય માલધારીઓ માથે જે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને ઘેટા બકરામા રોગચાળો દેખા દેતા માલઘારી ઓમા ચિંતા છવાય છે ઘેટાબકરામા ભેદી રોગચાળોને લઈને જોકે પશુ વિભાગ આ બાબતની જાણ થતા પશુ ડોકટરો ની ટીમ પણ હાલમાં પોહચી બ્લડના નમુના લયને કયા પ્રકારનો રોગ છે તેને લઈને તપાસ હાથ ઘરવામા આવી રહી છે ત્યારે માલઘારી ઓ મા પણ લંપી મા જે અગાવ પશુઓમા મોત થયા હતા તેવી જ રીતે હાલ દહેશતનો માહોલ ઉભો થયો છે.
ખાંભા માલધારી સમાજના આગેવાન રાણાભાઈ રાતડીયા એ જણાવ્યું હતું અમારા ગામડામાં 10 દિવસથી ઘેટા બકરામાં નિમોનિયા નામનો રોગ હોય તેવું લાગે છે અત્યાર સુધીમાં ઘેટા બકરાનો મૃત્યુ આંક પણ 40 સુધી પોહચી ગયો છે પશુપાલન વિભાગના ડોક્ટરો દ્વારા સેમ્પલ લઈ રહ્યા છે. પશુ ડોકટર ડી.કે.સાવલિયાએ જણાવ્યું હતું ઘેટા બકરામાં ભેદી રોગચાળો જોવા મળતા જુદા જુદા ઘેટા બકરાના માલિકોના ઘેટા બકરાને સારવાર આપી અને બ્લડ સેમ્પલ લીધા છે સેમ્પલ બાદ તેનું નિવારણ લાવી શકાય લેબોરેટરી માં મોકલી દીધા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.