તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંહના સ્થળાંતરનો મામલો:ધારી વનવિભાગની કચેરીએ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી સિંહને પરત લાવવાની માગ કરી

અમરેલી23 દિવસ પહેલા
  • 18 ઓગસ્ટે રાજુલાના કોવાયા નજીકથી 5 સિંહોનું રેસ્ક્યૂ કરી લઈ જવાયા હતા

અમરેલીના રાજુલાના કોવાયા પાસેથી પાંચ સિંહોનું રેસ્ક્યૂ કરી અન્ય સ્થળ પર સ્થળાંતર કરી દેવાતા સિંહપ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે આજે ગુજરાતભરના સિંહ પ્રેમીઓ અલગ અલગ જિલ્લામાંથી ધારી ગીર પૂર્વ ઓફિસ પહોંચી પોસ્ટરો સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સિંહપ્રેમીઓએ અહીંથી લઈ જવાયેલા સિંહને પરત આ જ વિસ્તારમાં મુક્ત કરવાની માગ કરી છે.

સિંહને કયા સ્થળે લઈ જવામા આવ્યા છે તે અંગે હજુ સુધી કોઈ વનવિભાગ દ્વારા ખુલાસો કરાયો નથી, ત્યારે સિંહપ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે. વડોદરાના લાયન એશિયાટીક સેવના સંચાલક મયંક ભટ્ટ, જૂનાગઢ જિલ્લાના પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન રમેશભાઈ રાવળ, સહિત અલગ અલગ વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સિંહપ્રેમી મયંકભાઈ ભટ એ કહ્યું સિંહો ને રાજુલાના કોવાયા નજીક થી 18 ઓગસ્ટે પાંજરે પુરી કોઈ અજ્ઞાત સ્થળે લઈ ગયા છે એટલે સિંહોને ફરી છોડી દેવા જોઈએ. ઉપરાંત આવી રીતે સિંહોને પકડી લઈ ગયા છે તો કેમ વનવિભાગ દ્વારા કોઈ ખુલાસો કરાયો નથી, ત્યારે વનવિભાગ આ અંગે ખુલાસો કરે અને સિંહો જે ફરી મુક્ત કરે તેવી અમારી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...