નિર્ણય:વાંકિયામાં ફાયરીંગ બટ વિસ્તારમાં પ્રવેશબંધી

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાર્ષિક ફાયરીંગ પ્રેકટીસ 31મી જાન્યુ. સુધી યાેજાશે

બાબરા તાલુકાના વાંકીયા ગામે સરકારી પડતર જમીન ફાયરીંગ બટ માટે નક્કી કરવામા આવી છે. ત્યારે આગામી 31મી જાન્યુઆરી સુધી ફાયરીંગ બટ વિસ્તારમા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડી પ્રવેશબંધી ફરમાવી છે. અહીં ખાતેની સરકારી પડતર જમીન ફાયરિંગ બટ માટે નક્કી કરવામાં આવી છે. જેના અનુસંધાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કરી રે.સ.ન. 601, હે-3-88-63 ચો.મી.વળી સરકારી પડતર જમીનમાં ગોળીબાર પ્રેકટિસ દરમિયાન તમામને પ્રવેશ પર પ્રતબિંધ ફરમાવ્યો છે.

ફાયરિંગ જમીન માટે નક્કી કરવામાં આવેલી જમીનની ફરતે તાર ફેન્સીંગ કરી તેની બાહ્ય સીમા નક્કી કરવામાં આવી છે. તેની ચારે તરફની બાહ્ય સીમાથી 100 મીટરના અંતર સુધી 1 થી 31 જાન્યુઆરી દરમિયાન તમામને અવરજવર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...