• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • The Yatra Entered Rajula In Amreli With A Convoy Of 200 Cars, Joined By Leaders Including Purushottam Rupala And Jitu Vaghani.

ભાજપની ગૌરવ યાત્રા:અમરેલીના રાજુલામાં 200 કારના કાફલા સાથે યાત્રાનો પ્રવેશ, પુરુષોત્તમ રૂપાલા અને જીતુ વાઘાણી સહિતના નેતાઓ જોડાયા

અમરેલી2 મહિનો પહેલા

2022 વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં ગૌરવ યાત્રા કાઢવામાં આવી છે. જેમાં આજે અમરેલી જિલ્લામાં આ ગૌરવ યાત્રા રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીકથી પ્રવેશ કરી આગળ વધી રહી છે. દાતરડી ગામ નજીક રાજુલા, જાફરાબાદ, ખાંભા 98 વિધાનસભા બેઠક ભાજપ દ્વારા 200 કારના કાફલા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ગઢમાં ભાજપનું ફરીવાર શક્તિ પ્રદશન આજે જોવા મળ્યું હતું.

આ યાત્રા રાજુલા માર્કેટીંગ યાર્ડમાં પહોંચી મોટી સંખ્યામાં કાર્યકર્તા અને લોકોને સભા સંબોધી હતી. જેમા કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા,કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી,જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, સાંસદ નારણ કાછડીયા,પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી,સહિત પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપના હોદેદારો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ સભા સંબોધતા આડકતરી રીતે ગામઠી ભાષામાં નામ લીધા વગર વિપક્ષ ઉપર પ્રહારો કર્યા હતા અને મીડિયાને કહ્યું હતું આ યાત્રામાં લોકોનું ખૂબ સમર્થન મળી રહ્યું છે રાજુલા ભાજપ ટીમને અભિનંદન.

અન્ય સમાચારો પણ છે...