લાઠીની ગાગડીયો નદીનો ડ્રોન નજારો:ચારેબાજુ ખેતરોમાં લીલોછમ પાક અને વાદળછાયા વાતાવરણ વચ્ચે નદીના મનમોહિત દ્રશ્યો

અમરેલી2 મહિનો પહેલા
  • ગાગડીયો લાઠીની સૌથી મોટી નદી, પદ્મશ્રી સવજી ધોળકીયા દ્વારા અહીં જળ સંગ્રહની કરાઇ રહ્યો છે

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. અમરેલીના લાઠીની સૌથી મોટી ગાગડીયો નદીનો ડ્રોન નજારો સામે આવ્યો છે. જેમાં નદીનો આખો પટ્ટ અને પાણીના અદ્દભુત દ્રશ્યોથી પ્રકૃતિનો અદભૂત નજારો જોવા મળે છે.

ખેતરોમાં લેહરાતો લીલોછમ પાક
અમરેલી જિલ્લામાં મેઘરાજાએ મનમૂકીને વરસતાં ચારેબાજુ હરિયાળી છવાઇ છે. ત્યારે લાઠીની ગાગડીયો નદીં બે કાંઠે વહી રહી છે. આ નદીનો મનમોહિત ડ્રોન નજારો સામે આવ્યો છે. જેમાં આસપાસના ખેતરોમાં કુદરતી લેહરાતો પાક અને વાદળછાયા વાતાવરણ વચ્ચે નદીનો આખો પટ્ટ અને પાણીના અદ્દભૂત દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

7 જેટલા ગામડાને સીધો ફાયદો
અહીં પદ્મશ્રી સવજી ધોળકીયા દ્વારા અહીં 18 કિલોમીટર નદી વિસ્તારમાં 2500 વિઘા જમીનમાં જળસંગ્રહનો પ્રયાસ કરાઇ રહ્યો છે. પાણીના સંગ્રહથી આસપાસના 7 જેટલા ગામડાને સીધો ફાયદો થશે. અન્ય ચેકડેમો બનાવવા માટેની પણ કામગીરી ચાલી રહી છે.

નદી ઊંડી અને પહોળી કરી
આ અંગે કનક પટેલે જણાવ્યું હતું કે, 2022આ અમારું જળ અભિયાન છે. જેમાં 18 કિલોમીટર નદી ઊંડી અને પહોળી કરી છે. બંને તરફ પથ્થરો ચડાવી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે. નવું પાણી આવતા એક પછી એક ચેકડેમો પાણીના ભરાઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...