વિરોધ પ્રદર્શન:અમરેલી એસટી વિભાગના કર્મચારીઓએ પડત પ્રશ્નો મુદ્દે સૂત્રોચ્ચારી કરી વિરોધ પ્રદર્શિત કર્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંકલન સમિતિ દ્વારા થાળી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું

સમગ્ર રાજ્યમાં એસ.ટી.નિગમના કર્મચારીઓ દ્વારા પડતર વિવિધ માંગણીઓ સાથે કાર્યક્રમ કરી રહ્યા છે. ત્યારે આજે અમરેલી શહેરમાં એસ.ટી.બસસ્ટેન્ડ બહાર મોટી સંખ્યામાં અમરેલી એસ.ટી ડેપો સંકલન સમિતિના કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જ્યાં વિવિધ પડતર માંગણીઓ સાથે સુત્રોચ્ચાર કરી થાળી વગાડી અનોખો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજ્યો હતો.

એસ.ટી.વિભાગના વિવિધ કામદારો ડ્રાયવર,કંડકટર,મિકેનિકલ સ્ટાફ સ્વંયભુ વિરોધ પ્રદર્શનમાં જોડાયો હતો. ગ્રેડ પે અને બેઝિક પગાર,ફિક્સ પગાર કર્મચારીઓને 19950 સરકારના ધારા મુજબ આપવાની માંગ તેમજ લાઈન લાઈટ કિલોમીટર અને 0T તથા બીજા હક્ક હિંસા 7માં પગાર પંચ મુજબ આપવો, સરકારી ધારા ધોરણ મુજબ પગાર આપવો જોઈએ. લોકો પરેશાન ના થાયે તે રીતે સરકાર એસટી કર્મચારીઓના પ્રશ્નોનો નિકોલ લાવે તેવી માગ કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...